GSTV
Home » News » વધુ એક હીરાના વેપારીનું છ હજાર કરોડથી વધુનું કૌભાંડ, 2012 બાદ દેશ છોડીને ફરાર

વધુ એક હીરાના વેપારીનું છ હજાર કરોડથી વધુનું કૌભાંડ, 2012 બાદ દેશ છોડીને ફરાર

પીએનબી કૌભાંડ બાદ વધુ એક હીરાના વેપારીનું છ હજાર કરોડથી વધુનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હીરાના વેપારી અને વિનસમ કંપનાના માલિક જતીન મહેતા ઉપર છ હજાર કરોડથી વધુનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ છે.

જતિન મહેતા 2012 બાદ દેશ છોડીને ફરાર થઈ ગયો છે. જતિન મહેતાએ 13 બેંકો પાસેથી એક અંદાજે સાત હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. એક રિપોર્ટ મુજબ  જતિન મહેતાએ બેંકો પાસેથી લીધેલી લોનનું રોકાણ બહામાસમાં કર્યું હતું.

2012માં દેશ છોડ્યા બાદ જતીન મહેતાએ 2016માં સેંટ કિટ્સ એન્ડ નેવિસની નાગરિકતા લીધી હતી. તો આ મામલે કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ છે કે હીરાના વેપારી અને વિનસમ કંપનીના જતિન મહેતાએ બેંક પાસેથી રૂપિયા 6712ની લોન લીધી હતી.

બેંક દ્વારા સીબીઆઈ અને મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખામાં ફરિયાદ કરવામાં હતી. જોકે આ મામલે ગુજરાતના હીરાના વેપારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ દાખલ કરામાં આવી નથી.

Related posts

રાહુલ અને પ્રજ્ઞા પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- કોંગ્રેસ બચી ગઈ અનાથ થતાં-થતાં

NIsha Patel

દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઈ, હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

Arohi

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!