પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તામાં વિદ્રોહની આગ વધારેને વધારે ભડકી રહી છે. બલૂચ વિદ્રોહીએએ ગઈકાલે પાકિસ્તાનની સેના પર ભીષણ હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે, આ હુમલામાં 100 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો છે કે, હુમલાને નિષ્ફળ બનાવાયો છે અને ચાર આતંકીઓને મારવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાનું કહેવુ છે કે, અમારા એક જ સૈનિકનું મોત થયું છે.

જોકે પાકિસ્તાનનો દાવો શંકાસ્પદ હોઈ શકે છે. કારણકે આ પહેલાની ઘટનામાં બલૂચ વિદ્રોહીઓએ 10 પાક સૈનિકોને મારી નાંખ્યા હતા અને 30 કલાક બાદ પાક સેનાએ આ દાવો સ્વીકાર્યો હતો.
દરમિયાન ગઈકાલના હુમલાને લઈને પાક સેનાએ કહ્યુ છે કે, બલૂચ બળવાખોરોનો હુમલો પાક સેનાએ નિષ્ફળ બનાવીને વિદ્રોહીઓને નુકસાન પહોંચાડ્યુ છે. તેમણે સુરક્ષાદળોના કેમ્પમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને સમયસર કાર્યવાહી કરી હતી અને બલૂચ વિદ્રોહીઓને પાછા હટવુ પડયુ હતુ.

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લઈને કહ્યુ છે કે, અમે 100 પાક સૈનિકોને મારી નાંખ્યા છે.અમારા હુમલામાં પાક સેનાની છાવણી તબાહ થઈ ગઈ છે.પાકિસ્તાની સેનાએ મીડિયા પર આ હુમલાના ન્યૂઝ પ્રસારિત કરવા પર લોક લગાવી દીધી છે.આ વિસ્તારમાં ઈન્ટરનેટ અને ફોન બંધ કરી દેવાયા છે.પાકિસ્તાની સેનાનો દાવો ખોખલો છે.અમારુ અભિયાન સંપૂર્ણ તાકાત સાથે ચાલુ જ છે.
Read Also
- Ranji Trophy 2022 : 10 ફેબ્રુઆરીથી શરૂ થશે રણજી ટ્રોફી, આ છે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ અને ફોર્મેટ
- નાસાએ લીધો મોટો નિર્ણય / 2031માં કરશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેનનો આ રીતે નાશ, ધરતી પર થશે સીધી અસર
- મોટા સમાચાર / મુંબઈ પોલીસે પીએમસી બેંકના પૂર્વ ડિરેક્ટરની કરી ધરપકડ, 4300 કરોડ બેંક કૌભાંડનો છે મુખ્ય આરોપી
- વાયરલ વિડીયો / છોકરીને સૂટકેસમાં બંધ કરી હોસ્ટેલથી લઇ જઈ રહ્યો હતો છાત્ર!
- ખુશખબર / સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 14 ટકાનો વધારો