વધતા વજનને કારણે બાળકોમાં થઈ શકે છે અસ્થમાની બીમારી

પ્રથમ ત્રણ વર્ષમાં બાળકનો વિકાસ તેના ફેફસાના વિકાસ પર અસર કરે છે અને ૧૦ વર્ષ થતા જ અસ્થમાનું જોખમ વધે છે. આ બાબત એક સંશોધન દ્વારા જાણવા મળી છે. તાજેતરના સંશોધન અનુસાર, જીવનના શરૂઆતનાં વર્ષોમાં વજનમાં વધારો થવાથી ફેફસાના કાર્ય અને બાળપણના અસ્થમાના જોખમમાં વધારો થઈ શકે છે.

       નેધરલેન્ડ્સમાં ઇરાસ્મસ યુનિવર્સિટીમાં એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે જે બાળકોનો વજન સૌથી વધુ ઝડપથી અને સૌથી વધુ વધ્યું છે. તેમને ૧૦ વર્ષની ઉંમરે લોઅર લંગ ફંક્શન ની સમસ્યા પેદા થઇ છે.


    યુનિવર્સિટીના સંશોધક અને મુખ્ય લેખક મેરિબેલ કાસસ એ જણાવ્યું હતું કે, અભ્યાસમાં એ પણ છતું થાય છે કે બાળકના બોડી માસ ઇન્ડેક્સ જેટલી વારમાં તેના ટોચ સુધી પહોંચે છે, તેના ફેફસા આટલી જ સારી રીતે કામ કરે છે અને તેના કારણે છોકરાઓના મામલામાં અસ્થમા જોખમ ઘટાડો થઈ શકે છે.


    કાસસએ જણાવ્યું હતું કે, "આ પરિણામોથી પુષ્ટિ મળી છે કે શરૂઆતના વર્ષોમાં વિકાસની ફેફસાના વિકાસમાં મહત્વની ભૂમિકા છે." સંશોધકોએ સંશોધન પ્રક્રિયામાં ૧૦ વર્ષ સુધીના ૪૪૩૫ બાળકોનો સમાવેશ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેમના જન્મ બાદના પ્રથમ ત્રણ વર્ષ માટે તેમના વજન અને ઊંચાઈ ઉપર સતત નજર રાખવામાં આવી હતી.


    તાજેતરના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે દિલ્હીની ખાનગી શાળાઓમાંથી ૩૦ ટકા બાળકો સ્થૂળતાથી પીડાય છે. ૧૦ થી ૧૮ વર્ષની ઉંમરના લગભગ ૧૦ ટકા બાળકો ડાયાબિટીસ સંબંધિત બિમારીથી પીડાય છે. તેથી, ભારતમાં પણ, માતાપિતાએ બાળકોમાં વધતી જતા વજનથી થતી સમસ્યાઓ પ્રત્યે સભાન થવું જોઈએ.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter