GSTV
Home » News » વડોદરા: ગણેશ મહોત્સવ પૂર્વે તાલીમબદ્ધ કારીગરો દ્વારા તૈયાર કરાતી ગણેશ પ્રતિમાનું પ્રદર્શન

વડોદરા: ગણેશ મહોત્સવ પૂર્વે તાલીમબદ્ધ કારીગરો દ્વારા તૈયાર કરાતી ગણેશ પ્રતિમાનું પ્રદર્શન

એક દિવસ બાદ ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે ભક્તો ગણેશ પૂજન માટે આતુર બન્યા છે. ગણેશ ઉત્સવમાં લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટીના ગણેશની સ્થાપના કરે અને ભગવાનની ભક્તિની સાથે-સાથે પર્યાવરણની જાળવણી પણ થાય તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા માટી કામના કારીગરો થકી બનેલા ગણપતિની મૂર્તિનો મેળો લગાવી ગણેશ પ્રતિમાનું વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરામાં માટીકામનાં તાલીમબદ્ધ કારીગરો પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં માટીનાં ગણેશજી તૈયાર કરીને પ્રદર્શન અને વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં દેવતાઓની પાર્થિવ પ્રતિમાઓ જ સ્થાપિત કરવાનો ઉલ્લેખ છે. પૃથ્વીનું બીજું નામ જ માટી છે ત્યારે માટીનાં ગણેશજીની સ્થાપના કરીને ભગવાનની ભક્તિ સાથે પર્યાવરણની સુંદરતાને અટકાવી રાખવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

 

Related posts

વડોદરામાં થઈ શોલેવાળી, યુવક ચઢ્યો પાણીની ટાંકી પર, પછી થયું કઈક આવું…

Nilesh Jethva

વડોદરામાં લોકસભાની ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસ અને ચૂંટણી તંત્રએ કરી આ તૈયારી

Nilesh Jethva

કાજોલ-અજય દેવગન થી સલમાન ખાન સુધી દરેક સેલેબ્રીટી Tiktok પર રાજ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!