GSTV
Home » News » વડોદરા આવાસ યોજના કૌભાંડના નાણા દિલ્હી સુધી ૫હોંચ્યા – જીજ્ઞેશ મેવાણી

વડોદરા આવાસ યોજના કૌભાંડના નાણા દિલ્હી સુધી ૫હોંચ્યા – જીજ્ઞેશ મેવાણી

વડોદરાના બે હજાર કરોડના કથિત આવાસ યોજનામાં હવે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ મોરચો માંડ્યો છે. આવાસ કૌભાડનો મુદ્દો વિધાનસભામાં ઉછળવાની પણ શક્યતા છે. આજે સ્થાનિક કોંગી આગેવાનો સાથે જિગ્નેશ મેવાણી વડોદરા કોર્પોરેશન પહોંચ્યા હતા.

અહી તેમણે આવાસ યોજના અંગે રજૂઆત કરી તપાસની માંગણી કરી હતી. મેવાણીએ આ કથિત કૌભાંડમાં સીધી રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે કૌભાંડીઓ સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. આ કૌભાંડના પૈસા દિલ્હી પહોંચ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. મેવાણી સાથે અમદાવાદના કોંગી નેતાઓ ઇમરાન ખેડાવાલા, બદરુદ્દીન શેખ તેમજ ઇકબાલ પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. મેવાણી સાથેના કોંગી આગેવાનોએ આવાસ યોજનાઓમાં લોકોને મકાનો નહીં ફાળવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોર્પોરેશન બહાર હોબાળો પણ મચાવામાં આવ્યો હતો.

Related posts

જામનગરમાં નર્સિંગ સ્ટાફે સરકાર સામે કર્યા ઉગ્ર દેખાવો, આપી આ ચીમકી

Nilesh Jethva

કુંભ મેળામાં આતંકી હુમલાનો પ્રયત્ન: તમામ આરોપીઓને 27 જુલાઇએ કોર્ટમાં રજુ થવાનો આદેશ

Riyaz Parmar

અંબાજીના ગબ્બરમાં રસ્તો બંધ કરાતા ચૂંદડીવાળા માતાજીનો કરાયો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!