GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

વડોદરાવાસીઓ ગણેશમહોત્સવમાં ગણપતિને લાડુ ચઢાવતા પહેલાં જોઈ લેજો આ અહેવાલ

વડોદરા આરોગ્ય વિભાગે મીઠાઈની દુકાનો અને ફરસાણની ફેક્ટરી પર દરોડા પડ્યા છે. 150 કિલો તેલ અને અખાદ્ય વસ્તુનો નાશ કરી ગંદકી ફેલાવતા હોવાથી શિડ્યુલ 4ની નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા આરોગ્ય વિભાગે ગણેશોત્સવના તહેવાર પહેલા મીઠાઈની દુકાનો પર દરોડા પાડ્યા છે. માવાની મીઠાઈ, મોદક અને લાડુના સેમ્પલ લીધા છે.

વડોદરા શહેરમાં વકરી રહેલા રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગે અલગ-અલગ ત્રણ ટીમ બનાવી મીઠાઈની અને ફરસાણ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. ફરસાણની ફેક્ટરીમાં અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો. તથા મીઠાઈની દુકાનો પર ખુલ્લામાં મુકેલી મીઠાઈનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી શહેરની નામાંકિત દુકાન જગદીશ ફરસાણના ત્યાં કરવામાં આવી હતી.

વેપારીઓ દ્વારા આરોગ્ય વિભાગના કાયદાનું પાલન ન કરવા અને ગંદકી દેખાતા શિડ્યૂલ 4ની નોટીસ પણ ફટકારવામાં આવી હતી. સેવાસદન દ્વારા 150 કિલો તેલ અને અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો. સેવાસદનની આરોગ્ય વિભાગના દરોડાના પગલે મીઠાઈ અને ફરસાણના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Related posts

So Cute! સિંહના બચ્ચાને ચિમ્પાન્ઝી પિવડાવી રહ્યું છે દૂધ, Viral Video જોઈને થઈ જશો ખુશ

Arohi

શરૂ થયુ કર્મચારીઓનું ઈન્ક્રિમેન્ટ, જાણો કંઈ કંપનીઓએ વધારવાની શરૂ કરી સેલેરી

Mansi Patel

મલાઇકા અરોરા જીમમાં બહેન અમૃતા સાથે વર્કઆઉટ કરતી જોવા મળી, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!