GSTV
Home » News » વડોદરામાં રૂ.2000 કરોડના સરકારી આવાસ કૌભાંડમાં તપાસના નામે નાટક…

વડોદરામાં રૂ.2000 કરોડના સરકારી આવાસ કૌભાંડમાં તપાસના નામે નાટક…

વડોદરાના સંજયનગરના રૂપિયા 2000 કરોડના આવાસ કૌભાંડની ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ગોટાળા મામલે સરકારે તપાસનો હુકમ તો કર્યો, પરંતુ આ ટેન્ડર જૂની પાર્ટીને જ મળે તે પ્રકારે ખાનગી રાહે ફાઇલોના કાગળોમાં ફેરફાર થઇ રહ્યા હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

તપાસ અધિકારીનો કેસ વધુ મજબૂત બને તેમજ જૂના કોન્કટર પાસે જ આ કોન્ટ્રાકટર રહે તે રીતે પાછલી તારીખથી બેન્ક ગેરન્ટી અંગેના કાગળોમાં ફેરફાર થઇ રહ્યા હોવાનું સુત્રો કહી રહ્યા છે. આ ભ્રષ્ટાચારમાં ધારાસભ્યની અને મેયરની સંડોવણી બહાર આવવાથી પુનમ પરમાર નામના સચિવ દ્વારા તપાસ કરાવવામાં આવે છે.

પરંતુ અંદરખાને તેમને તપાસનો અહેવાલ સંપૂર્ણ રીતે કોન્ટ્રાક્ટરની તરફેણમાં આપવાનો હોય તેવી મૌખીક સૂચના આપવામાં આવી છે. આમ તપાસનું એક માત્ર નાટક છે. તપાસ ભલે સાત દિવસ સુધી ચાલે કે સીત્તેર દિવસ સુધી ચાલે અપાયેલા કોન્ટ્રાક્ટમાં ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી. ટેન્ડરની શરતોનો બિન્દાસ રીતે ભંગ થયા છતાં કોન્ટ્રાક્ટરના નિકટવર્તી વર્તુળોમાં જો આવી ચર્ચા ચાલતી હોય તે કોર્પોરેશનના કેટલાક મોટા રાજકીય માથાઓની સંડોવણીની પણ શક્યતા રહેલી હોવાનું ચર્ચાય છે.

Related posts

રાજકોટમાં સામાન્ય બાબતે ઝઘડો થતા યુવકની છરી ઘા મારી જાહેરમાં હત્યા

Nilesh Jethva

ગુજરાતનાં આ જિલ્લાઓમાં મેઘ મહેર, વરસાદથી જગતનાં તાતમાં છવાયો ખુશીનો માહોલ

Path Shah

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યા બાદ અમેરિકામાં મંદિર પાસે હિન્દુ પૂજારી પર ઘાતક હુમલો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!