ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યની વિવિધ સમસ્યાઓ મુદ્દે રાજકીય નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધ્યા છે. જ્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પોસ્ટરવોર શરૂ થયા છે.
બીજીતરફ બુધવારે જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ડભોઈમાં મુખ્ય માર્ગોની દિવાલો પર ભાજપ વિરોધી સુત્રો લખાયા છે. વડોદરા જિલ્લાનાં ડભોઈમાં મોદીની મુલાકાત પહેલા કોંગ્રેસે ડભોઈના મુખ્ય માર્ગોની દિવાલો પર ભાજપ વિરોધી સૂત્રો લખ્યાં છે. આ ઘટનાને પગલે પોલીસે પાંચ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી છે.