GSTV

વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મોદી પોતાના વતન આવતા વડનગર ઝળહળી ઉઠ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી પહેલી વખત પોતાના માદરે વતન આવી રહ્યા છે ત્યારે વડનગરને નવોઢાની માફક શણગારવામાં આવ્યું છે. ચોતરફ રોશનીનો ઝળહળાટ જોવા મળે છે. જેને પગલે વડનગર વાસીઓમાં અનેરો ઉસાહ જોવા મળી રહ્યો છે.

વડનગર આવી રહેલા નરેન્દ્ર મોદીને આવકારવા ગુંજા હેલીપેડથી વડનગર સુધી 5 કિમી લાંબી સાડી પર પ્રજાલક્ષી વિકાસકાર્યો અને વિવિધ યોજનાઓની ઝાંખી દર્શાવાશે. વડાપ્રધાનની મુલાકાતને લઇને આજે કેન્દ્રીય ટુરીઝમ રાજ્ય મંત્રી કે.જે.અલફાન્સોએ ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય મંત્રીએ વડનગર રેલ્વે સ્ટેશન કે જ્યાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાના બાળપણમાં પિતાજીને ચા વેચવામાં મદદ કરતા હતા. તે સ્થળની મુલાકાત લઇ વડાપ્રધાનના બાળપણ વિશે જાણકારી મેળવી હતી.

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!