GSTV
Home » News » વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર: કપિલ સિબ્બલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર: કપિલ સિબ્બલ

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો કટાક્ષ કર્યો છે. પંજાબ નેશનલ બેંક ગોટાળા પર લાંબી ચુપકીદી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સિબ્બલે કટાક્ષ કરતા કહ્યુ છે કે વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર છે. સિબ્બલે કહ્યુ છે કે મોદી દરરોજ કોંગ્રેસ વિરુદ્ધ યુપીએના કાર્યકાળમાં 1.76 લાખ કરોડ રૂપિયાના કથિત ટુજી ગોટાળા સંદર્ભે ટીપ્પણી કરતા રહેતા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિબ્બલે કહ્યુ છે કે આ એક અનુમાનિત નુકસાન હતું. બાદમાં કોર્ટે કહ્યુ કે આ મામલામાં કોઈપણ ગોટાળો થયો નથી. સિબ્બલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યુ છે કે તેમની પાસે એક ઘર છે. વિમાન છે. તેઓ દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર છે. સિબ્બલે નીરવ મોદી દ્વારા 11 હજાર 400 કરોડ રૂપિયાના પીએનબી ફ્રોડ અને ત્રણ હજાર કરોડ રૂપિયાના રોટોમેક લોન ડિફોલ્ટર મામલા પર કહ્યુ છે કે આ વાસ્તવિક હાનિ છે. વડાપ્રધાન હવે ચુપ શા માટે છે?

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ ગ્લોબલ બિઝનસ સમિટમાં શુક્રવારે બેંકિંગ ફ્રોડ મામલે કહ્યુ હતુ કે સરકાર અનિયમિતતા કરનારાઓ વિરુદ્ધ આકરા પગલા ઉઠાવશે. આ સંદર્ભે ટીપ્પણી કરતા સિબ્બલે કહ્યુ છે કે શુ દેશ છોડી ચુકેલા ગોટાળાબાજો સાથે ભાજપના ઘણાં નેતાઓના સંબંધ છે.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કરી અધ્યક્ષ પદેથી રાજીનામાની ઓફર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!