GSTV

વજન ઓછું કરવા માટે ગરમીમાં છે ઉપયોગી આ ડ્રિંક, શિલ્પા શેટ્ટીએ શેર કરી રેસિપી

હમણાં જ શિલ્પા શેટ્ટીએ તેના ફેન્સ સાથે કોકમ ફળમાંથી બનેલી એક ખાસ રેસિપી શેર કરી હતી. શિલ્પાના મત અનુસાર ગરમીની ઋતુમાં ડ્રિંક સારું છે અને તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં એકદમ ફિટ તેમજ ગ્લેમરસ એક્ટ્રેસેસથી જાણીતી છે. શિલ્પા માટે હેલ્ધી અને ફિટ રહેવું વધારે મહત્ત્વનું છે. લોકો માટે શિલ્પાની લાઈફસ્ટાઈલ એક પ્રેરણાદાયી છે. ખાસ કરીને મહિલાઓ તેમજ છોકરીઓ શિલ્પા શેટ્ટી જેવું ફિગર બનાવવાની ઈચ્છા રાખે છે.
શિલ્પાએ તેના ફેન્સ સાથે કોકમના ફળમાંથી બનાવેલા ડ્રિંકની રેસિપી શેર કરી હતી. શિલ્પા માને છે કે ગરમીના દિવસોમાં આ ડ્રિંક પરફેક્ટ છે અને તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. સાથે સાથે આ ડ્રિંક પેટની સમસ્યાઓને દૂર કરે છે અને પાચનતંત્રને મજબૂત કરે છે. પોતાની પોસ્ટમાં શિલ્પા જણાવે છે કે સોલકઢી એક ટ્રેડિશનલ કૂલર છે, જેમાં કોકમના ફળ આવે છે. કોકમમાં હાઈડ્રોક્લોરિક એસિડ અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. ઘણી ખરી મહિલાઓને આ ડ્રિંક વધુ પસંદ આવે છે. આ ડ્રિંક એસિડિટીની સમસ્યાને પણ દૂર કરે છે.
ડ્રિંકના ફાયદા

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on May 2, 2019 at 3:38am PDT

  • મોટાભાગના લોકો વજન ઉતારવા માટે આ ડ્રિંકનો ઉપયોગ કરે છે. તેમાં મેટાબોલિઝ્મ સારી રીતે કામ કરે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • આ ડ્રિંકમાં સામેલ કોકમના ફળમાં વિટામિન-સી, સિટ્રિક એસિડ સાથે ઘણા ન્યૂટ્રિયેન્સ મળે છે. આ ડ્રિંકના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.
    -કોકમના ફળમાં રહેલ એન્ટિ ઓક્સિડેન્ટ્સ શરીરમાં રહેલા સોજા દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તમને હેલ્ધી પણ બનાવે છે.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!