GSTV

લ્યો બોલો, અમદાવાદના કોલેજ કેમ્પસમાંથી મોદી અને રાહુલને હાંકી કઢાયા…!

અમદાવાદની વિવિધ કોલેજમાં ડેઝનું ધમાકેદાર સેલિબ્રેશન થઇ રહ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા. ક્યાંક ટ્રેડિશનલ ડે તો ક્યાંક સિગ્નેચર ડે, મીસમેચ ડેની તો વાત જ નિરાળી અને હવે તો રેટ્રો ડે, રાઉડી ડે અને કેરેક્ટર ડે એ તો વળી રંગ રાખ્યો છે…

સોમલલીત કોલેજ

કેરેક્ટર ડેના સેલિબ્રેશન વચ્ચે એક સ્ટુડન્ટ નરેન્દ્ર મોદી અને બીજો રાહુલ ગાંધીના વેશમાં આવ્યા હતા. પરફોર્મન્સ આપવા માટે જ્યારે નરેન્દ્ર મોદીએ મિત્રો… કહીને ભાષણ કર્યું ત્યારથી જ કેમ્પસના સ્ટુડન્ટસ અને એનએસયુઆઇના મેમ્બર્સે તેમનો હુરરિયો બોલાવ્યો હતો અને  મોદી અને પપ્પુ કંઇ પણ બોલે તે પહેલા જે તેમને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. કોલેજના શિક્ષકોએ પોલિટિકલ વ્યૂઝ અહીં કેમ્પસમાં ન મૂકવાનું કહી આ વાતને સમર્થન આપ્યું હતું.

મુન્ના એન્ડ સર્કિટ સ્કૂટર લઇને સોમલલીત કેમ્પસમાં 

ભાઇ… કેસા હૈ ભાઇ… દેખ સર્કિટ અપુન કો એક બોડી ચાહીયે.. બોડી? કીસકા બોડી ભાઇ…અરે યે જો ડૉક્ટર લોગ શીખાતે હૈ ના બોડી કાટકે વો વાલા બોડી યાર, અરે ભાઇ પર મેં કહા સે લાઉ?… અરે યાર તું કહી સે ભી લા રે…  અરે ભાઇ ચાઇનીસ બોડી ચલેગી..?ની સાથે મુન્ના અને સર્કિટ બનેલા સોમલલીતના બે સ્ટુડન્ટ ઝવેર દેસાઇ અને ધર્મેશ દેસાઇએ મુન્ના અને સર્કિટના કેરેક્ટરમાં ફુમતા અને લાઇટીંગવાળી સ્કૂટર સાથે સોમલલિત કોલેજને પેટ પકડીને હસાવ્યું હતું.

હાઈવે ૫ર મોપેડ દોડાવતી માધવીએ શેરીઓના સંભારણા કરાવ્યા

કેરેક્ટર ડેમાં માધવી બ્રહ્મભટ્ટે ગામડાંની ગોરીનું કેરેક્ટર પ્લે કર્યું હતું. મોપેડ લઇને શહેરના હાઇવે પર પુરપાટ દોડવતી માધવીએ તમામ વિદ્યાર્થીઓને ગામડાંની શેરીઓના સંભરણા કરાવ્યા હતા. હાય બ્રો.. વ્હોટ્સ એપની જગ્યાએ ‘મારા વીરા’ કહીને ખરેખરા ભાઇની ફીલ અપાવી હતી.આજની છોકરીઓ ગામડાંના નામે જ્યારે મોઢાં મચકોડે છે ત્યારે ગામડાંની સંસ્કૃતિ અને તેની ભીની માટીની યાદો અપાવી.

PUBG POWER

સોમલલીત કોલેજ ઓફ કોમર્સમાં આજે કેરેકટર ડેમાં શાનદાર ક્રાઉડ જોવા મળ્યું હતું. કેમ્પસમાં સર્કલ બનાવી ૪૦થી વધારે કેરેક્ટરે  પોતાના યુનિક અંદાજમાં જાણીતા કલાકારો, આર્ટિસ્ટ, ડાન્સર, સિંગર અને ગેંગસ્ટરના કેરેક્ટર ફુલ ઓન એટિટયુટમાં પ્લે કર્યા હતા. કેરેક્ટર્સમાં કોઇક સ્ટુડન્ટસે કોમેડી તો કોઇએ ઇમોશનલ સીનમાં વિલનગીરી કરી હતી, જેમાં ઝાંસી કી રાની, અમિતાભ બચ્ચન, ટાઇગર શ્રોફ, જેઠાલાલ જેવા કેરેક્ટરને માણીને ડે સેલિબ્રેટ કર્યો અને પબજી ગેમ્સ રમતી ગર્લ્સે કેમ્પસ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

કેમ્પસમાં ભીડ જમી જ્યારે ક્લાસરૃમને તાળાં 

સવારે કલાકો બગાડીને ડેઝ માટે ટીપ-ટોપ તૈયાર થતા કોલેજમાં આવી સ્ટુડન્ટસ ફુલ ઓન મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા અને ડે સેલિબ્રેશન પત્યા પછી ક્લાસરૃમનો રસ્તો પકડવાની જગ્યાએ ‘બે યાર બોલ ને કાલે શું પહેરવું છે’ની ચર્ચા કરતા સ્ટુડન્ટસે ડેઝમાં સ્ટડીને અવોઇડ કર્યું હતું અને ક્લારૃમ સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યા હતા.

સેન્ટ ઝેવિયર્સ

‘આરોહણ’ કલફેસ્ટમાં સ્ટ્રીટ હીપ-હોપ અને રોબોટિક્સના તાલે સ્ટુડન્ટસ ઝૂમ્યા

સેન્ટ ઝેવિયર્સમાં ગઇકાલથી ‘આરોહણ’ કલ્ચરલ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો, જેમાં પહેલા દિવસે સનસાઇન ડેનું સેલિબ્રેશન કરતા દરેક સ્ટુડન્ટ ઓરેન્જ અને યલો કલરના આઉટફિટમાં જોવા મળ્ળ્યા હતા. આરોહણ કલફેસ્ટમાં ગઇકાલે વેસ્ટર્ન ડાન્સ, જુગલબંદી અને ગેમ્સની એક્ટિવિટી કરવામાં આવી હતી. સેન્ટ ઝેવિયર્સના સ્ટુડન્ટસે ઓક્ટોબર મહિનાથી કલ્ચરલ ફેસ્ટની તૈયારીઓ શરૃ કરી દીધી હતી. આજે ફેસ્ટિવલમાં છ વેસ્ટર્ન ડાન્સ પરફોર્મ કરાયા જેમાં સ્ટ્રીટ હીપહોપ અને રોબોટીક્સના તાલે સ્ટુડન્ટસ ઝૂમ્યા હતા.

CREATIVE ZONE

સેન્ટ ઝેવિયર્સના કલફેસ્ટમાં સિલીંગને આર્ટ અને ક્રાફ્ટના મિક્ષ અપ સાથે પતંગથી શણગારવામાં આવ્યા છે. સ્ટુડન્ટ માટે અહીં એક વૉલ પર સેલ્ફી લેવા માટે ક્રિએટીવ ઝોન તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં સેલ્ફી પડાવવા માટે લાંબી લાઇનો જોવા મળી હતી. તો બીજી વૉલ પર ‘એનિથિંગ રાઇટ ટુ હીયર’ માટે સ્પેસ આપવામાં આવી હતી.

Related posts

ડૉક્ટર અને લેબ સંચાલકની સાંઠગાઠનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે લેબના માલિક વિરૂદ્ધ કરી આ કાર્યવાહી

Mayur

ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર ડુઆ લિપા સાથે બોલીવુડના બાદશાહની ખાસ મુલાકાત, શાહરૂખે શેર કર્યો ફોટો

Bansari

2020ની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ, વિદ્યાર્થીઓ આ તારીખ સુધી ભરી શકશે ફોર્મ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!