બનાસકાંઠામાં વડગામના ધારાસભ્ય મણિલાલ વાઘેલા પર ઈંડા ફેંકાતા ચકચાર મચી હતી. જ્યારે લોકોનો આક્રોશ જોઇને ધારાસભ્ય લોક સંપર્ક પડતો મૂકીને તરત જ રવાના થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, વાસણામાં સેંભર ગામે વડગામના ધારાસભ્ય મણિલાલ વાઘેલા લોક સંપર્ક કરવા નીકળ્યા હતા. આ દરમિયાન કેટલાક નારાજ લોકોએ તેમના પર ઇંડા ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે, લોકોનો રોષ પારખીને મણિલાલ વાઘેલા લોક સંપર્ક પડતો મૂકીને તરત જ રવાના થઇ ગયા હતા. જો કે, અન્ય કેટલાક ગામોમાં પણ સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા ધારાસભ્યને રોષનો સામનો કરવો પડ્યો હતો.