GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

લિડરશીપ મામલે આર્મી ચીફના નિવેદન પર દિગ્વીજય અને ઔવેસી બગડ્યા, આપી આ પ્રતિક્રિયા

નાગરિકતા બિલ અંગે દેશભરમાં થયેલા  હિંસક પ્રદર્શનો વચ્ચે આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, યુનિવર્સિટીમાં જે પ્રકારે હિંસા થઈ છે તે લીડરશિપ નથી. નેતૃત્વ કરવું બહુ મુશ્કેલ કામ છે.

દિલ્હીમાં ઠંડીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે જ્યારે સિયાચીનમાં માઈનસ 45 ડિગ્રી સુધી તાપમાનમાં ફરજ બજાવીને મારા જવાનો સરહદની રક્ષા કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલમિન (એઆઈએમઆઈએમ) ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આર્મી ચીફ બિપિન રાવતના નેતૃત્વના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે.

દિગ્વીજયસિંહે પણ ઉઠાવ્યા આ સવાલ

યુનિવર્સિટીમાં થયેલા દેખાવો પર રાવતે કહ્યું હતું કે, નેતૃત્વ એ નથી જે લોકોને ખોટી દિશામાં લઈ જાય.આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને હિંસક પ્રદર્શન કરતા જોઈએ છે. આ નેતૃત્વ ક્ષમતા ના કહી શકાય. દિગ્વિજયસિંહે કહ્યું, ‘હું જનરલ સાહેબની વાતથી સહમત છું. પરંતુ નેતાઓ એવા નથી જે તેમના અનુયાયીઓને કોમી હિંસાના હત્યાકાંડમાં સામેલ થવા દે છે. જનરલ સાહેબ, તમે મારી સાથે સહમત છો?

લીડરશિપ પર બોલતાં તેમણે કહ્યું હતું કે, લીડરશિપ કરવી આસાન નથી ઉલટાનું બહુ મુશ્કેલ કામ છે. કારણકે તમે જેટલા આગળ વધતા જાવ છો એટલી જ મોટી સંખ્યામાં લોકો તમને ફોલો કરતા જાય છે. આમ તો આ બહુ સામાન્ય વાત લાગે છે પણ લોકોને ગાઈડ કરવા કપરુ કામ છે. કારણકે તમારી પાછળ બહુ મોટી સંખ્યામાં લોકો તમારા માર્ગદર્શનની રાહ જોઈને ઉભા હોય છે.

ઔવેસીએ આપી આ પ્રતિક્રિયા

ઔવૈસીએ બીપીન રાવતના નિવેદન સામે એ પ્રતિક્રિયા આપી છે કે લિડરશીપનો મતલબ એ નથી કે લોકો પોતાની ઓફિસની મર્યાદાઓનું ઉલ્લંઘન ના કરે. આ નાગરિક વર્ચસ્વના વિચારને સમજવા અને તમે જે સંસ્થાની આગેવાની લઇ રહયા છો તે સંસ્થાની અખંડિતતાને બચાવવા વિશે છે.

Related posts

અનલોક 1 : ફિલ્મો અને સિરિયલોનાં નિર્માતાઓએ શૂટિંગ સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

નદીમાં વહી ગયું 20,000 ટન ડીઝલ, રશિયન સરકારને અધધ 8 કરોડ ડોલરનું નુકસાન

Bansari

ગુજરાતના 12 જિલ્લાઓમાં 10થી પણ ઓછા પોઝિટીવ કેસ, ડાંગ જીલ્લો જીવલેણ વાયરસથી થયો મુક્ત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!