લાંબુ જીવવું હોય તો ભોજનમાંથી આજે જ કરી દો આ એક વસ્તુની બાદબાકી

લાંબુ જીવન ઇચ્છતા લોકોએ પોતાના આહારમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સીમિત કરી દેવું જોઈએ. ભોજનમાં જરૂર કરતાં ઓછા કે વધારે કાર્બોહાઈડ્રેટ લેવાથી મોતનું જોખમ રહ્યાં કરે છે. તાજેતરમાં જ કેટલાક સ્ટડી રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે કાર્બોહાઈડ્રેટમાં 40 ટકાથી ઓછી અને 70 ટકાથી વધારે ઉર્જા હોવાથી તેના સેવનથી મોતનું જોખમ વધી જાય છે. પરંતુ કાર્બોહાઈડ્રેટના રૂપમાં 50-55 ટકા ઉર્જા લેતા લોકો પર આ જોખમ ઓછુ હોય છે.

બોસ્ટનમાં આવેલી હાર્વર્ડ ટી.એચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર અને સ્ટડીના સહ લેખક વોલ્ટર વિલેટનું કહેવું છે કે આ પરિણામોમાં એક સાથે ઘણાં પાસાઓ છે અને તે વિવાદાસ્પદ પણ રહ્યાં છે. બહુ ઓછા અને બહુ વધારે કાર્બોહાઈડ્રેટ શરીરને નુકસાન કરે છે. પરંતુ મહત્વની વાત એ છે કે ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનો જ પ્રકાર છે.

આ સ્ટડી લાન્સેટ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયો છે. જેમાં 45થી 64 વર્ષના આશરે 15,428 લોકો પર થયો હતો. તેમાં પુરુષો રોજે 400-420 કિલો કેલરી ઉર્જા રોજે ગ્રહણ કરતા હતા જ્યારે સ્ત્રીઓ 500-3600 કિલો કેલરી ઉર્જા લેતી હતી.

સંશોધકોની ગણતરી મુજબ સીમિત પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ ખાનારની ઉંમર જરૂર કરતાં ઓછા કાર્બોહાઈડ્રેટ ખાનારની સરખામણીએ ચાર વર્ષ વધારે જોવા મળી. જ્યારે વધારે કાર્બોહાઈડ્રેટ  ખાનારની સરખામણીએ એક વર્ષ વધારે હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter