સુરકોકિલા લતા મંગેશકરનું આજે (રવિવારે) મુંબઈમાં નિધન થયું છે. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન લતા મંગેશકરની યાદમાં દેશનો ત્રિરંગો ધ્વજ અડધી રીતે ઝુકાવશે. ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી 2022ના રોજ રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. આ દરમિયાન દેશભરમાં દેશનો ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવશે.

વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, ‘હું તેમને મારું સન્માન માનું છું કે મને લતા દીદી તરફથી હંમેશા અપાર સ્નેહ મળ્યો છે. તેમની સાથેની મારી વાતચીત અવિસ્મરણીય રહેશે. લતા દીદીના નિધન પર હું મારા સાથી ભારતીયોવાસીઓની સાથે શોક વ્યક્ત કરું છું. સાથે તેમના પરિવાર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી છે. ઓમ શાંતિ.
I consider it my honour that I have always received immense affection from Lata Didi. My interactions with her will remain unforgettable. I grieve with my fellow Indians on the passing away of Lata Didi. Spoke to her family and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 6, 2022
લતા મંગેશકરે 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
જણાવી દઈએ કે લતા મંગેશકરે આજે સવારે 8.12 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના જણાવ્યા અનુસાર, સુરકોકિલા લતા મંગેશકરનું અવસાન શરીરના અવયવોની નિષ્ફળતાને કારણે થયું હતું. મૃત્યુ સમયે તેમની ઉંમર લગભગ 92 વર્ષની હતી.

લતા મંગેશકરે 5 હજારથી વધુ ગીતો ગાયા છે
ઉલ્લેખનીય છે કે, ભારત રત્ન લતા મંગેશકરે કલાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે 5 હજારથી વધુ ગીતો ગાયા છે. લતા મંગેશકરના ચાહકો આખી દુનિયામાં છે.
READ ALSO:
- RIP લતા દીદી/ એ મેરે વતન કે લોગો… જે દિવસે કવિ પ્રદીપનો જન્મ થયો, એ જ દિવસે લતાએ અંતિમ શ્વાસ લીધા
- Lata Mangeshkar Memories: લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં…’ સાંભળીને જવાહરલાલ નેહરુ થયા હતા ભાવુક
- કેવી રીતે પડ્યું એર ઈન્ડિયાનું નામ? 1946ના આ પત્ર પરથી ખુલાસો, આ ચાર નામોમાં થયું હતું મતદાન
- Lata Mangeshkar Passes Away LIVE: લતા મંગેશકરના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ, વિદાય આપવા પ્રભુ કુંજ પહોંચ્યા અમિતાભ બચ્ચન
- અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, મોબાઈલ-વ્હિકલ્સ ને રોકડ સહિત 4.15 લાખનો મુદ્દામાલ જપ્ત