GSTV
Home » News » લગ્નની સીઝનમાં બ્યૂટીપાર્લરના ધક્કા ના ખાવા હોય તો આ રીતે ઘરેબેઠા નિખારો તમારો ચહેરો

લગ્નની સીઝનમાં બ્યૂટીપાર્લરના ધક્કા ના ખાવા હોય તો આ રીતે ઘરેબેઠા નિખારો તમારો ચહેરો

લગ્નની સીઝનની શરૂઆત થઇ ગઇ છે અને આ ભાગદોડ ભરેલા જીવનમાં મોટાભાગે આપણે આપણી સ્કીન પ્રત્યે એટલું ધ્યાન નથી આપી શકતાં. મોટાભાગના લોકો સમયની કમીને કારણે ત્વચા પ્રત્યે વધુ ધ્યાન નથી આપી શકતા. જેને કારણે સ્કિન ડલ થઈ જાય છે. 

તેમ છતાં જો તમે ઝટપટ ગ્લોઇંગ સ્કીન મેળવવા માંગતા હોય અને બ્યૂટી પાર્લરના ધક્કા પણ ખાવા ન માગતા હોય તો અમે તમને કેટલાક એવા માસ્ક વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે તમે ઘરે જ બનાવી શકો છો અને ચપટી વગાડતાં જ તમારી ત્વચા ચમકી ઉઠશે.

  1. બે ચમચી બેસનમાં અડધો નાની ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં દસ ટીપા ગુલાબ જળ અને દસ ટીપા લીંબૂના મિક્સ કરી ફેંટો. ત્યાબાદ થોડુ કાચુ દૂધ મિક્સ કરીને પાતળો લેપ બનાવી લો. આ લેપને ન્હાતા પહેલા ચહેરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.
  2. આંખોની નીચે કાળા ડાધ પડ્યા હોય રોજ આંખોની આસપાસ કાચા બટાકાના ટુકડા વડે
    હળવા હાથે મસાજ કરો.
    થોડાક જ દિવસોમાં કાળા કુંડાળા દૂર થઈ જશે.
  1. એક ચમચી મઘને લઈને તેને ચેહરા પર હળવા હાથે લગાવો. 15-20 મિનિટ લગાવી રહેવા દો. પછી ચેહરો ધોઈ લો. તૈલીય ત્વચા હોય તો મઘમાં ચાર પાંચ ટીપા લીંબૂનો રસ મિક્સ કરીને લગાવો.
  1. જવનો લોટ, હળદર અને સરસિયાનું તેલ પાણીમાં મિક્સ કરીને ઉબટન બનાવી લો. રોજ શરીર પર માલિશ કરી ગરમ પાણીથી ન્હાવ. દૂધમાં કેસર મિક્સ કરીને પીવો.
  1. સંતરાનુ જ્યુસ પીવો. સંતરાના છાલટાને સુકાવીને પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. આ ખૂબ કારગર નુસ્ખો છે.
  1. મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી રંગત નીખરે છે.
  1. બે ચમચી ખીરાનો રસ. અડધી ચમચી લીંબૂનો રસ ને ચપડી હળદર મિક્સ કરીને લગાવો.
  1. ચાર ચમચી મુલતાની માટી, બે ચમચી મઘ, બે ચમચી દહી અને એક લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.

Related posts

માત્ર Rs.5000માં લઈ શકો પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી, પહેલા દિવસથી થશે આટલી કમાણી

Bansari

IPL 2019: કલકત્તામાં આવી વિરાટ કોહલીની સુનામી, ધડાધડ બનાવી દીધાં આટલા ખાસ રેકોર્ડ

Bansari

વડોદરામાં શોટગનનાં પીએમ મોદી પર પ્રહારો, કોંગ્રેસનાં સમર્થનમાં જાહેરસભાને કર્યુ સંબોધન

Riyaz Parmar