રોજિંદા આહારમાં ચોક્કસ ખાદ્યપદાર્થોનો સમાવેશ કરીને કેન્સરથી સુરક્ષિત રહો

કેન્સર એક ઘાતક બીમારી છે. કેન્સર ૧૦૦ થી પણ વધુ પ્રકારના હોય છે. કેન્સરે દુનિયાભરના લોકોને ભરડામાં લીધા છે. કેન્સરથી સ્વયંને સુરક્ષિત રાખવા માટે આહારમાં ચોક્કસ ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો જોઇએ.

સફરજન

સફરજનદરેક બીમારીઓમાં સુરક્ષિત રાખવા માટે જાણીતું છે. કહેવત પણ છે કે, એક સફરજન ખાવાથી ડાકટરને દૂર રાખી શકાય છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઇન્ફલામેટ્રી ગુણ કેન્સરના જોખમને ઓછું કરે છે. 

ખાસ કરીને કોલોરેકટલ કેન્સરમાં લાભદાયક છે. સફરજનની  છાલમાં પોષણતત્વો વધુ પ્રમાણમાં સમાયેલા હોય છે તેથી છાલ સાથેજ સફરજન ખાવું જોઇએ. કોલોરેટલ કેન્સર ઉપરાંત સફરજન ફેંફસા,બ્રેસ્ટ અને પેટના કેન્સરથી પણ સુરક્ષિત રાખે છે. 

બ્લ્યુ બેરીઝ

બ્લ્યુ બેરીઝમાં ઘણા ફાઇટોકેમિકલ, એલેજિક એસિડ, યૂરોલિથિન ્ને એન્થોસાયનિન સમાયેલા હોય છે. જે દરેક ડીએનએને શીરરમાં મોજૂદ ફ્રી રેડિકલ્સથી ડેમેજ થવાથી સુરક્ષિત રાખે છે, જેથી કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. બ્લ્યુ બેરીઝના સેવનથી મોઢા, બ્રેસ્ટ, કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછુ ંરહે છે. 

ગ્રીન ટી


પ્રાચીન સમયમાં ચાનું સેવન દવા તરીકે કરવામાં આવતું હતું. ગ્રીન અને બ્લેક ટીમાં પોલીફેનોલ, ફ્લેવોનોયડ અને વિવિધ એન્ટીઓક્સીડન્ટસ સમાયેલા હોય છે. સંશોધન પ્રમાણે ગ્રીન ટીના સેવનથી  શરીરમાં કોલોન, લિવર, બ્રેસ્ટ અને પ્રોટેસ્ટ કેન્સરની કોશિકાઓ બનતી નથી. અન્ય એક રિસર્ચના અનુસાર ગ્રીન ટી ફેંફસા, સ્કિન અને પેટના કેન્સરથી સુરક્ષિત રાખે છે. 

અખરોટ


અખરોટમાં ગામા- ટોકોફેરોલ, અલ્ફા-લિનોલેનિક એસિડ, ફાઇટોસ્ટેરોલ. મેલાટોનિન સમાયેલા છે. લેબોરેટરીના રિસર્ચ પ્રમાણે, અખરોટ ખાવાથી બ્રેસ્ટ, કોલોન અને પ્રોસેટેટ કેન્સરથી સુરક્ષિત રહી શકાય છે. તેમજ રોજ એક અખરોટનું સેવન ડીએનએેને હાનિ પહોંચાડતું નથી. 

ક્રેનબેરિઝ


ક્રેનબેરિઝમાં ફાઈબર, વિટામિન-સી અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂરમાત્રામાં  હોય છે. જેમાં મોજૂદ એન્ટીઓક્સીડન્ટ કેન્સરની ગ્રોથને ડામે છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter