GSTV
Home » News » રૂપાણી સરકાર હવે હાર્દિક પટેલનો વારો પાડશે, હાઇકોર્ટમાં કરી આ અરજી

રૂપાણી સરકાર હવે હાર્દિક પટેલનો વારો પાડશે, હાઇકોર્ટમાં કરી આ અરજી

hardik patel and vijay rupani

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે પાટણમાં નોંધાયેલી રાયોટિંગ અને ગુનાઇત કાવતરાની ફરિયાદમાં તેને અપાયેલી વચગાળાની રાહતો હટાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે કેસમાં હાર્દિકની ભૂમિકા બહાર આવી હોવાથી આ ફરિયાદ રદ ન થવી જોઇએ.

સરકારે આ ફરિયાદ રદબાતલ ન ઠેરવવા માંગ કરી

કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર હાદિક પટેલને પાટણમાં નોંધાયેવા વર્ષ ૨૦૧૭ના રાયોટિંગ અને ગુનાઇત કાવતરાના કેસમાં અપાયેલી રાહત  હટાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં હાર્દિક અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત થતા પોલીસને હાર્દિક સામે કોઇ પગલાં ન લેવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જો કે સરકારે આ ફરિયાદ રદબાતલ ન ઠેરવવા માંગ કરી છે.

રાજ્ય સરકારના સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે હાર્દિક સામેના આક્ષેપો ગંભીર છે. ફરિયાદ અને તપાસ દ્વારા બહાર આવ્યું છે કે  આ બનાવમાં હાર્દિકની ભૂમિકા છે.  આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા હાર્દિકને અપાયેલી વચગાળાની રાહતો હટાવી જોઇએ.

કન્વીનર નરેન્દ્ર પટેલે વર્ષ ૨૦૧૭માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી

પાટણમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર નરેન્દ્ર પટેલે વર્ષ ૨૦૧૭માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હાર્દિક અને દિનેશ બાંભણિયાએ તેના પર હુમલો કર્યો છે અને સોનાની ચેઇનની લૂંટ કરી છે. પોલીસે આ અંગે રાયોટિંગ અને ગુનાઇત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ફરિયાદ રદ કરાવવા માટે હાર્દિકે હાકિોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદી નરેન્દ્ર પટેલે પણ કોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા રજૂઆત કરી હતી કે હાર્દિક સામે તેને કોઇ ફરિયાદ નથી અને બન્ને વચ્ચે સમાધાન થઇ ચૂક્યું છે. આ રજૂઆતોને ધ્યાનમાં લઇ કોર્ટે પોલીસને હાર્દિક સામે કોઇ પગલાં ન લેવા આદેશ આપ્યો હતો.

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Mayur

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!