રૂપાણી સરકાર બિલ્ડરો પર વરસી, રાજકોટને મળ્યો સૌથી વધુ ફાયદો

ગુજરાતમાં શહેરોના વિકાસના નામે ટીપી સ્કીમની ધડાધડ સરકાર મંજૂરીઓ અાપી રહી છે. માત્ર 8 મહિનામાં જ સરકારે 77 ટીપીને મંજૂરી આપી છે. અામ શહેરોના વિકાસની સાથે બિલ્ડરોને પણ ફાયદો થયો છે. ગુજરાતમાં શહેરીકરણને પ્રાધાન્ય અાપતી રૂપાણી સરકારના સમયમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરને ઘણો ફાયદો થયો છે. મુખ્યમંત્રીનું હોમગ્રાઉન્ડ રાજકોટ હોવાનો સીધો ફાયદો બિલ્ડરોને પણ મળ્યો છે. વર્ષોથી જે ટીપી સ્કીમ કોઇને કોઇ સ્ટેજ પર અટવાયેલી પડી હતી એ ધડાધડ મંજૂર થવા લાગી છે અને તેનાથી બિલ્ડરોને બખ્ખા થવા લાગ્યા છે. માત્ર આઠ જ મહિનામાં રાજકો મનપા અને રૂડા વિસ્તારની ૧૬ ટીપી સ્કીમ મંજૂર થઇ ચૂકી છે. જો કે વાત અલગ છે કે, તેનાથી રિયલ એસ્ટેટમાં જોઇએ તેવો તેજ વિકાસ થયો નથી. ગુજરાતમાં રૂપાણી સરકાર વિકાસના નામે બિલ્ડરોને બખ્ખાં કરાવી રહી છે. સરકારે ટીપી રોડમાં પણ ઘણા ફેરફારો કર્યા છે. રાજકોટના બિલ્ડરોએ સૂચવેલા સુધારાઓ પણ થયા છે. અામ રૂપાણી સાહેબે રાજકોટના બિલ્ડરોને સાચવવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. 

ગુજરાતની સ્થાપ્નાથી લઇને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આઠ મહિનાના આટલા ટૂંકા સમયગાળામાં આટલી ટીપી સ્કીમ મંજૂર થઇ નથી. રાજકોટ સહિત રાજ્યભરમાં ૭૭ ટીપી સ્કીમ આ આઠ મહિનામાં મંજૂર થઇ છે. તેમાથી અમુક મુસદારૂપ તો અમુક પ્રારંભિક અને અમુક ટીપી સ્કીમ આખરી સ્વરૂપે મંજૂર થયેલી છે.

કોઇપણ ટીપી સ્કીમ મંજૂર થાય એટલે તેની અસરમાં સીધો ફાયદો બિલ્ડરોને મળે છે. બિલ્ડરોની જે તે વિસ્તારમાં આવેલી જમીન લગડી બની જાય છે. બીજીબાજુ ટીપી સ્કીમ મંજૂર થતા રોડ, ડ્રેનેજ લાઇન નાખવા જેવા પ્રાથમિક સુવિધાના કામ ઝડપથી થઇ શકે છે. રાજકોટ મનપા હસ્તકના વિસ્તારમાં અમુક ટીપી સ્કીમ એકથી દોઢ દાયકા સુધી પેન્ડીંગ પડેલી હતી. બીજીબાજુ વિકસિત વિસ્તારોમાં બનેલી મુસદારૂપ ટીપી સ્કીમની પ્રક્રિયા પણ કાચબાગતિથી ચાલતી હતી. તેમા ઝડપ લાવીને ધડાધડ મંજૂર થવા લાગી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter