GSTV
Home » News » રૂપાણી સરકારમાં પૈસા વિના થતા નથી કામ : 1800 કર્મચારીઓ પકડાયા, આ 5 વિભાગ છે સાફ સુથરા

રૂપાણી સરકારમાં પૈસા વિના થતા નથી કામ : 1800 કર્મચારીઓ પકડાયા, આ 5 વિભાગ છે સાફ સુથરા

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં લાંચરૂશ્વતનું દૂષણ વધતું જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં લાંચ લેવાના કુલ 1203 કેસ થયા છે, જેમાં સૌથી વધુ 149 કેસો અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આ પાંચ વર્ષ પૈકી 2015માં સૌથી વધુ 305 કેસ થયાં છે. રાજ્યના ગૃહ વિભાગે આપેલા આંકડા પ્રમાણે 2018ના વર્ષના નવ મહિનામાં લાંચના કેસોની સંખ્યા 217 થવા જાય છે. ચોંકાવનારી બાબત એવી છે કે લાંચના કેસોમાં હાલની સ્થિતિએ 130થી વધુ દોષિતોને પકડવાના બાકી છે.

83 કર્મચારીઓ કેસ થવા છતાં હજી સુધી પકડાયા નથી

2018ના વર્ષમાં લાંચરૂશ્વત વિરોધી બ્યુરોએ 361 કર્મચારીઓને લાંચ લેતા પકડ્યા હતા પરંતુ 83 કર્મચારીઓ કેસ થવા છતાં હજી સુધી પકડાયા નથી. બ્યુરોએ પાંચ વર્ષમાં કુલ 1800 કર્મચારીઓને લાંચના ગુનામાં રંગેહાથ પકડ્યા છે. સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી લાંચ લેતા પકડાયેલા સૌથી વધુ 474 કર્મચારીઓ ગૃહ વિભાગના છે. એટલે કે લાંચ લેવામાં આ વિભાગ સરકારના 26 વિભાગોમાં ટોચક્રમે છે.

આ 5 વિભાગોમાં એક પણ કેસ નોંધાયો નથી

આ વિભાગ પછી પંચાયતના 249 અને મહેસૂલના 248 કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગ એવા છે કે જ્યાં પાંચ વર્ષમાં લાંચ લેવાનો એકપણ કિસ્સો નોંધાયો નથી. ગુજરાતમાં આવેલી કેન્દ્ર સરકારની કચેરીઓમાં પણ લાંચરૂશ્વત વિરોધી બ્યુરોએ છટકાં ગોઠવીને કુલ 73 કેન્દ્રીય કર્મચારીઓની ધરપકડ કરી છે.

Related posts

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur

પાકિસ્તાનની સંસદમાં બૅન થયો ‘સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર’

Kaushik Bavishi

રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર અડગ, તેમના નિવાસ સ્થાન બહાર કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!