GSTV
Home » News » રૂપાણીનું વધશે ટેન્શન : લોકસભાની 26માંથી આ 15 બેઠકો ભાજપ ગુમાવશે, આ છે રિપોર્ટ

રૂપાણીનું વધશે ટેન્શન : લોકસભાની 26માંથી આ 15 બેઠકો ભાજપ ગુમાવશે, આ છે રિપોર્ટ

પાંચ રાજ્યોની ચૂંટણીમાં રકાસ પછી ભાજપની છાવણીમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. જે રીતે ભાજપની હાર થઇ છે તે જોતા આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બેઠકોમાં પણ ધરખમ પરિવર્તન જોવા મળી શકે છે. ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા લોકસભાનો અહેવાલ તૈયાર કરાયો હતો. જેમાં લોકસભાની 9 બેઠકો કોંગ્રેસ જીતી શકે એવો અહેવાલ પરિણામોના આધારે આપવામાં આવ્યો હતો પરંતુ વિવિધ કૌભાંડો અને ચૂંટણીમાં ધબડકા પછી કોંગ્રેસ 26 પૈકી અંદાજે 11 થી 12 બેઠકો કબજે કરે તેવો મત રાજકીય નિરીક્ષકોએ વ્યક્ત કરતા ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ગુજરાતની 26માંથી 15 બેઠકો ભાજપ ગુમાવે એવી સ્થિતિ 

મગફળી કૌભાંડ અને ખેત તલાવડી કૌભાંડ, જમીન માપણી કૌભાંડ, પાક વીમાના પ્રશ્ને સરકારને ઘેર્યા બાદ બાદ કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં વધુ મજબૂત થતા લોકસભાની 26 બેઠકમાંથી 11થી 12 બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ હોવાનો પ્રાથમિક અંદાજ હતો. હવે પાંચ રાજ્યની વિધાનસભાની ડિસેમ્બર 2018ની ચૂંટણી પછી ગુજરાતની 26માંથી 15 બેઠકો ભાજપ ગુમાવે એવી સ્થિતિ હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. આમ ભાજપ હવે ગુજરાતમાં 2014મા 100 ટકા એટલે કે 26 બેઠક જીત્યું હતું, તે હવે દેશમાં ભાજપને 5 રાજ્યોમાં મળેલી કારમી હાર પછી 50 ટકા કરતા ઓછી બેઠકો મળે એવી હાલ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જોઇએ આંકડાઓ શું કહી રહ્યાં છે.

કોંગ્રેસ આ સીટો જીતી શકે છે

કોંગ્રેસ જીતે જેવી 15 બેઠક છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મજબૂત ગણાય એવી 15 બેઠક – અમરેલી, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને જામનગરનો સમાવેશ થાય છે. તો ભાજપ જીતે એવી 11 બેઠક છે. ભાજપની સૌથી મજબૂત ગણાય એવી 11 બેઠક – કચ્છ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, બારડોલી, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર છે.

કોંગ્રેસનો 11 લોકસભા બેઠક પર દબદબો

ગુજરાતના 33 જિલ્લામાંથી કોંગ્રેસના વધુ ધારાસભ્ય હોય એવા 15 જિલ્લાની 11 લોકસભા બેઠક છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો જિલ્લા પ્રમાણે જોઇએ તો અમરેલી, જુનાગઢ, આણંદ અને બનાસકાંઠા જિલ્લામાં પાંચ પાંચ ધારાસભ્યો છે. ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર ચાર અને અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મોરબી અને જામનગર જિલ્લામાં ત્રણ ત્રણ, છોટાઉદેપુર, તાપીમાં બે અને ડાંગ, નર્મદામાં એકેક ધારાસભ્ય છે. ભાજપના વધુ ધારાસભ્યો ચુંટાયેલા હોય તેવા 13 જિલ્લા છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, વલસાડ,
મહેસાણા, કચ્છ, પંચમહાલમાં ભાજપના વધુ ધારાસભ્યો છે.

જિલ્લા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ

જિલ્લો                       ભાજપ             કોંગ્રેસ              અન્ય
અમરેલી                       00               05
જૂનાગઢ                       01               05
આણંદ                         02                05
બનાસકાંઠા                  03                05                      01
ગીરસોમનાથ               00               04
અરવલ્લી                    00                03
સુરેન્દ્રનગર                  01                 04
પાટણ                                               01                 03
ગાંધીનગર                 02                 03
મોરબી                        00                03
જામનગર                  02                  03
છોટાઉદેપુર                01                 02
તાપી                         00                 02
નર્મદા                       00                 01
ડાંગ                          00                 01

ભાજપના વધુ ધારાસભ્યો ચૂંટાયા હોય એવા 13 જિલ્લા છે

જિલ્લો                ભાજપ                  કોંગ્રેસ            અન્ય
સુરત                    15                       01
અમદાવાદ           15                        06
વડોદરા               08                         02
રાજકોટ               07                         01
ભાવનગર           06                         01
મહેસાણા             05                           02
વલસાડ               04                            01
કચ્છ                    04                            02
પંચમહાલ            04                          00                     01
નવસારી               03                         01
સાબરકાંઠા            03                        01
ભરૂચ                   03                         01                     01
પોરબંદર            01                          00

કૌભાંડોની લોકમાનસ પર ખરાબ અસર પડી 

આ પરિસ્થિતિમાં ભાજપને પરેશાન કરતા કારણોમાં નેતાઓનું ઘમંડ, તોછડાઈ, ઉડાઉ જવાબ, લોકશાહી વિરુદ્ધના નિર્ણયો, RTI વિરોધી વલણ, એકતરફી નિર્ણયો, શિક્ષણ, ગૃહ, મહેસૂલ, નાગરિક પુરવઠા, સિંચાઇ, ઉદ્યોગ અને નાણાં વિભાગની ઢીલી કામગીરી નડે છે. ગુજરાતમાં મોટા કહેવાય એવા કૃષિ પાક વીમો, ખેડૂતોના સિંચાઇના પ્રશ્નો, પેપર લીક , પૂર રાહત જેવા કૌભાંડોની લોકમાનસ પર ખરાબ અસર પડી છે. જ્યારે કોંગ્રેસને નડતી બાબતોમાં હદ બહારનો જૂથવાદ, કાર્યકરો મુશ્કેલીમાં હોય ત્યારે તેમને મદદ ન કરવી. ભાજપ સાથેના પક્ષના નેતાઓના મીઠા સબંધો, સરકાર સાથે સબંધો સારા રાખવીની નીતિ, વારંવાર હારતા નેતાઓને ટિકિટો આપવી. ભાજપ સરકારના કૌભાંડો જાણતા હોવા છતાં જાહેર ન કરવા અને પૈસા લઈ સમાધાન કરી લેવાની વૃતિનો સમાવેશ થાય છે.

વિધાનસભામાં ભાજપને કપરાં ચઢાણનો સામનો કરવો પડ્યો

દેશ અને ગુજરાતના પ્રવાહની સમાનતાની વાત કરવામાં આવે તો લોકસભા 2014મા 23 પક્ષોના એનડીએને 336 બેઠક, ભાજપને 282 બેઠક મળી હતી. કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી હતી, 12 પક્ષોના યુપીએને માત્ર 60 બેઠક મળી હતી. 2016 પછી કોંગ્રેસ અને તેની આગેવાનીમાં યુપીએને મળનારા મતની સંખ્યા વધતી જોવા મળી રહી છે. 2014ની જ રાજકીય સ્થિતિ રહી તો એનડીએને 211 બેઠક મળી શકે છે, જ્યારે યુપીએ ગઢબંધનને 192 બેઠક જ્યારે અન્યોને 140 સીટો મળી શકે છે. આવી જ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. તેના કારણે વિધાનસભામાં ભાજપને કપરાં ચઢાણનો સામનો કરવો પડ્યો છે.

Related posts

નિત્યાનંદ આશ્રમ વિવાદ : યુવતિના પિતાએ કહ્યું, ધમકી આપીને મારી દિકરીનું નિવેદન લેવાયું

Nilesh Jethva

સહકારી મંડળીઓએ ખેડૂતોના હિતને બાજૂ પર રાખી ખેલી રહી છે આ ગંદો ખેલ

Nilesh Jethva

નિત્યાનંદના આશ્રમમાં તપાસનો ધમધમાટ ફરી શરૂ, બે બાળકો અને તેની માતા સાથે પોલીસ આશ્રમ પહોંચી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!