હરિયાણાના ગુરુગ્રામમાં રિયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પ્રદ્યુમનની હત્યા થઈ, તેને ધ્યાનમાં રાખીને સ્કૂલને બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે, આ સિવાય શિક્ષકોની પણ ધરપકડ કરવમાં આવી છે. જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રદ્યુમનના પિતા આ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોવાથી તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાનો નિર્ણય કર્યો છે. રિયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકની હત્યા પછી વાલીઓમાં રોષની લાગણી છે. પોલીસ દ્વારા આ કેસમાં કાર્યવાહી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રદ્યુમન મર્ડર કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. તે ઉપરાંત આ કેસમાં સીબીઆઈ તપાસની પણ માગણી કરવામાં આવશે.
જે રીતે જે સ્થિતીમાં માસૂમની હત્યા થઈ જે જોઈને બાળકના પરિવારજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. પણ એવું તો શું વેર હતું માત્ર બીજા ધોરણમાં ભણતા બાળક સાથે કે તેની હત્યા થઈ.
આ પહેલા, રવિવારે મોટીસંખ્યામાં શાળા બહાર અભિભાવકો એકત્રિત થયા હતા અને શાળામાં ઘુસીને તોડફોડ કરી હતી. ઓફિસના દરવાજા તોડી નાખ્યા હતા.
વધુ વાંચો : ગુરુગ્રામ : વિદ્યાર્થીની હત્યાના ત્રીજા દિવસે તણાવપૂર્ણ સ્થિતિ, શાળામાં તોડફોડ
પ્રદ્યુમન મર્ડર કેસમાં સ્કૂલની તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. તેમના દ્વારા સ્કૂલની તપાસ દરમિયાન ઘણી ખામીઓ સામે આવી છે. જેવી કે સીસીટીવી કેમેરા, ફાયર સર્વિસ અને સ્કૂલની પાછળની દિવાલ પણ ઓછી હાઈટ વાળી જોવા મળી છે. જેને કોઈ પણ વ્યક્તિ કૂદીને ગમે ત્યારે સ્કૂલની અંદર આવી શકે છે. આ ઉપરાંત સ્કૂલ દ્વારા વધારાની પણ ફી લેવામાં આવતી હોવાની વાત સામે આવી છે.
ગુડગાંવની રેયાન સ્કૂલમાં થયેલી ઘટના વિશે મેનકા ગાંધીએ કહ્યું છે કે, આ ઘટના ખૂબ જ દુખદ છે. સ્કૂલમો નોન ટીચિંગ સ્ટાફ માટે મહિલાઓ જ રાખવી જોઈએ. વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ મંત્રી મેનકા ગાંધીએ સૂચન આપ્યું છે કે, ડ્રાઈવર અને કંડક્ટર સિવાય અન્ય નોન ટીચિંગ સ્ટાફમાં મહિલાઓને રાખવામાં આવશે તો શારીરિક શોષણની ઘટનાઓને રોકી શકાશે.
વધુ વાંચો :