GSTV
Home » News » રાહુલ ગાંધી 2019ના ચૂંટણી પ્રચારની આ રાજ્યમાંથી કરશે શરૂઆત, આ તારીખે યોજાશે મોટી રેલી

રાહુલ ગાંધી 2019ના ચૂંટણી પ્રચારની આ રાજ્યમાંથી કરશે શરૂઆત, આ તારીખે યોજાશે મોટી રેલી

લોકસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસે ખેડૂતોના દેવામાફીના મુદ્દાને લઈને ખેડૂતોની વચ્ચે એક મોટો સંદેશ આપવાની તૈયારી કરી રહ્યું છે અને તેની શરૂઆત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 9 જાન્યુઆરીએ જયપુરથી કરશે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જે રીતે સરકાર બનતા જ રાજ્ય સરકારની તરફથી ખેડૂતોના દેવામાફી અંગે એલાન કરાયું હતું. તે માટે રાહુલ ગાંધીએ જયપુરમાં એક મોટી રેલીનું આયોજન કર્યુ છે.

કેન્દ્ર સરકાર પાસેથી દેવામાફીની માગ કરવામાં આવશે

આ રેલીના માધ્યમથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના દેવામાફી અંગે માંગ કરશે. સાથે જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢમાં ખેડૂતોની દેવામાફીને ઉપલ્બધિ ગણાવી ખેડૂતોની સામે રજૂ કરાશે. કોંગ્રેસ ખેડૂતોની રેલી દ્વારા પોતાની લોકસભાની ચુંટણીની તૈયારીની શરૂઆત કરશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે અમે ખેડૂતોના દેવામાફીને લઈને ત્યાં સુધી કેન્દ્રની મોદી સરકારને ઘેરતા રહીશું કે જ્યાં સુધી દેશભરના ખેડૂતોના દેવામાફીનું એલાન ન થઈ જાય.

રેલીને લઈને આજે બેઠક યોજાશે

રાહુલ ગાંધીની રેલીની તૈયારીને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી, અને રેલીમાં મોટી સંખ્યામાં લોકોને લઈને આવવાનો આદેશ આપ્યો. જોકે, રેલી ક્યાં થશે તેને લઈને શુક્રવારે એકવાર ફરીથી બેઠક થશે, જેમાં મુખ્યમંત્રી અશોક ગહલોત સામેલ થશે. કોંગ્રેસના ધારાસભ્યોને મોટામાં મોટી સંખ્યામા લોકો લઇને આવવાની અપીલ કરવામાં આવશે. રેલી માટે સમય ઘણો ઓછો છે, પરંતુ કોંગ્રેસ તે પ્રયત્ન કરશે કે જયપુરની રેલી માધ્યમથી દેશભરમાં સંદેશો આપી શકાય.

Related posts

તમે મને નેતા તરીકે ચૂંટ્યો છે પરંતુ હું અને તમે સમાન છે: સેન્ટ્રલ હોલમાં પદનામિત પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar

ચૂંટણી પછી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિંસા: ભાજપનાં કાર્યકરોની હત્યાનો સિલસીલો યથાવત

Riyaz Parmar

નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા ચૂંટાયા, અમિત શાહના પ્રસ્તાવને જોરદાર સમર્થન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!