GSTV
Home » News » રામપરા ગામેથી પકડાયેલા 750 તુવેરના કટ્ટા કેશોદ લવાય તે પહેલા જ…

રામપરા ગામેથી પકડાયેલા 750 તુવેરના કટ્ટા કેશોદ લવાય તે પહેલા જ…

ગુજરાતમાં મગફળીકાંડ બાદ તુવેરકાંડ ગાજ્યું છે. કેશોદમાં તુવેરકાંડનુ જ્યાં પગેરું મળ્યું તે મેંદરડા તાલુકાના રામપરા ગામેથી પકડાયેલા 750 તુવેરના કટ્ટા કેશોદ લવાય તે પહેલા જ કેશોદ માર્કેટયાર્ડમાં કટ્ટાઓની ફેરબદલ થઈ હોવાની પ્રબળ શક્યતા છે. જીલ્લા પુરવઠા અધિકારીના મતે રિજેક્ટ થયેલો માલ સીધો જ વેપારીને સોંપી દેવાયો હતો. ખેડૂત હિતરક્ષક સમિતિનું કહેવું છે કે કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તો અન્ય જગ્યાએથી પણ કૌભાંડ બહાર આવે તેમ છે.

કેશોદ માર્કેટ યાર્ડમાં તુવેરના કટ્ટાની ફેરબદલ થઈ હોવાની શક્યતાઓ છે. રિજેક્ટ થયેલો માલ સીધો જ વેપારીને અપાયો હતો તેમ જિલ્લા પુરવઠા અધિકારીનું કહેવું છે. ત્યારે ઘણા સવાલો ઉઠે છે. જો રિજેક્ટ થયેલો માલ વેપારીને સોંપાયો હોય તો પછી કેશોદ માર્કેટયાર્ડના ગોડાઉન નંબર 83માં એ જ ખાલી કટ્ટા કોણે રાખ્યા. વાડીએથી મળેલા કટ્ટા પર પંજાબ અને મધ્યપ્રદેશ સેવા સહકારી પ્રિન્ટ થયેલા કટ્ટા ક્યાંથી અને કેવી રીતે આવ્યા. જે બારદાન કેશોદ માર્કેટયાર્ડમાં ચોરી છૂપીથી રખાયા તે તુવેરકાંડના આરોપીઓમાંથી એક આરોપી ભરત વઘાસિયા છે. તેની વાડીએથી 3 ટ્રક તુવેરના જથ્થાને કેશોદ લવાયો હતો. આ તુવેરના જથ્થાની અંદાજિત કિંમત 27 લાખની છે.

હવે સવાલ એ થાય કે અગાઉ સીઝ કરાયેલો જથ્થો રફેદફે થઈ રહ્યો છે જેને અધિકારીઓએ સુરક્ષિત રાખવાની તસ્દી કેમ ન લીધી અન્ય મળેલા ખાલી કટ્ટા સગેવગે તો નહીં થાય ને ? ખેડૂત હિતરક્ષક સમિતિના અધ્યક્ષ ભરત લાડાણીએ કહ્યું કે ખેડૂતોના નામે તુવેર ખરીદાઈ હતી. જે જમા કરાવવાના બદલે તેમાં ભેળસેળ કરવામાં આવી હતી. સારી ગુણવત્તાવાળી તુવેરમાં કચરો મિક્સ કરીને કેશોદ સરકારી ગોડાઉનમાં મુકાયો. 50 હજારથી વધારે કટ્ટાની ખરીદી થઈ. જેમાં 25 હજારથી વધુ કટ્ટામાં ભેળસેળ થયેલી જણાયું.

જો 25 હજાર કટ્ટા જેટલો પાક થાય તો કેશોદ માર્કેટ યાર્ડમાં 50 હજાર કટ્ટા આવ્યા ક્યાંથી? સારી તુવેરને સરકારી કટ્ટામાં ભરવાનો હતો તે જથ્થો ભરત વઘાસિયાની વાડીમાં કઈ રીતે પહોંચ્યો? ખેડૂતોના નામે તુવેર ખરીદાઈ અને સરકારી ગોડાઉનોમાં જથ્થો જમા કરાવવાને બદલે તે જથ્થો રિજેક્ટ કરાયો અને તે જ જથ્થો ફરીથી કેશોદ માર્કેટયાર્ડ ખાતે લવાયો. જેમાં સફાઈ કરી કચરો જૂદો કરાયો હતો. આરોપી ભરત વઘાસિયાની વાડીએથી 3 ટ્રક તુવેરનો જથ્થો કેશોદ-મેંદરડા પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરીને કેશોદ પોલીસ સ્ટેશને લવાયો છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!