GSTV
Home » News » રામનવમીનાં પાવન પર્વે નીતિન પટેલ પહોંચ્યાં જગન્નાથજીનાં દર્શને

રામનવમીનાં પાવન પર્વે નીતિન પટેલ પહોંચ્યાં જગન્નાથજીનાં દર્શને

ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મદિવસ. આ પર્વને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. આ પાવન દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન રામના મંદિરે દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં રામનવમી નિમિત્તે વિશેષ આયોજન કરાયુ છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. તો રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા.

ભગવાનના જન્મોત્સવમાં નીતિન પટેલે ભાગ લીધો. શ્રીરામ ભગવાન શ્રી વિષ્ણુના સાતમાં અવતાર છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના પારાયણ, કથાકીર્તન તથા રામમૂર્તિના વિવિધ શ્રૃંગાર કરીને આ ઉત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રીરામનું વ્રત કરવાથી સર્વ વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તેમ જ બધાજ પાપોનું ક્ષાલન થઈને અંતમાં ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે.

READ ALSO

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!