રાજ્યસભાની ગુજરાતની 3 બેઠકમાંથી 1 પર જીત મેળવનારા કોંગ્રેસ નેતા અહેમદ પટેલે શપથ ગ્રહણ કર્યા છે. સંસદમાં શપથ ગ્રહણ સમયે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ તેમજ પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર જોવા મળ્યા હતા.
ગુજરાતની 3 રાજ્યસબાની બેઠકો માટે થયેલા મતદાન સમયે સાડા નવ કલાકનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યા હતો. અને જે બાદ કોંગ્રેસ નેતા અહેમદ પટેલની જીત થઈ હતી. કોંગ્રેસના 2 બળવાખોર ધારાસભ્યોએ ભાજપ નેતાઓને મતપત્ર બતાવ્યાના મામલે હોબાળો થયો હતો.
ચૂંટણી પંચ સુધી મામલે પહોંચ્યો હતો. ચૂંટણી પંચે બંને મતોને રદ્દ કર્યા હતા. જેથી અહેમદ પટેલની જીત નિશ્ચિંત થઈ હતી નહીતર હાર નક્કી હતી.