GSTV

રાજ્યમાં સીંગતેલ ઉપભોક્તા માટે અચ્છે દિન, 25 લાખ ટન મગફળીના ઉત્પાદનનું અનુમાન

Last Updated on October 8, 2017 by

સીંગતેલના ઉપભોક્તાઓ માટે અચ્છે દિન આવી રહ્યા છે. ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીનું રેકોર્ડ ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થયો છે,  જેથી સીંગતેલના ભાવો વર્ષ દરમિયાન જળવાઈ રહેવાના છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની 68મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી.  જેમાં મગફળીનું ઉત્પાદન અને સિંગતેલના વાર્ષિક ભાવોનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં મગફળી અને સિંગતેલના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કરાયો છે. ગુજરાતના 33 જિલ્લા પૈકી 15 જિલ્લામાં મગફળીનું મબલખ ઉત્પાદન થાય છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીનું ઉત્પાદન રેકોર્ડબ્રેક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. સોમના સભ્યએ અંદાજ વ્યક્ત કર્યો હતો કે, ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 25 લાખ ટન થઈ શકે છે.

મગફળીનું તેલ સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતીઓ રોગે છે.  મગફળીના તેલના અનેક ગુણ હોવાની અને બ્રાન્ડના રૂપમાં પ્રસિદ્ધ કરવા પગલાં ભરવાની વેટ સોમાની વાર્ષિક સભામાં રજૂ થઈ. એટલું જ નહીં સોમાની સભામાં સીંગતેલનો ભાવ 1500થી 2000 ની વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. વર્ષની ખરીદી તહેવારો ઉપર જ થતી હોવાની માન્યતા અને પેટર્ન પણ ગ્રાહકોની બદલાઈ છે. દેશમાં ખપત થતા ખાદ્ય તેલમાં સીંગતેલનો હિસ્સો માત્ર 8થી 10 ટકા જ હોવાનું જણાવવામાં આવ્યું છે.

એક અંદાજ મુજબ સમગ્ર ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન રાજકોટમાં 4 લાખ ટન જ્યારે જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં 2થી 3.25 લાખ ટન થશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં 80 હજારથી 1.25 લાખ ટન મગફળી ઉત્પાદન થશે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવો આપવા માટે સરકારે લાભ પાંચમથી જ મગફળી ખરીદવી જરૂરી બની છે.

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!