GSTV

રાજ્યમાં આજથી કોમન GDCR કેટેગરી મુજબ લાગુ, જુઓ કયું શહેર કઈ કેટેગરીમાં?

રાજ્ય સરકારે કોમન જીડીસીઆર અને એફએસઆઈના નિયમોમાં ફેરફાર કર્યા છે, સાથે જ નવા નિયમોનું અમલીકરણનો નિર્ણય લીધો છે. તો આ ઉપરાંત અમદાવાદની ફરતે આવેલા રીંગ રોડ પર ટોલટેક્સમાંથી મુક્તિની જાહેરાત કરી છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદની ફરતે રહેલા રિંગ રોડ પર થ્રી અને ફોર વ્હીલ કારને ટોલમાંથી મુક્તિ આપી છે. આ રીંગ રોડ પર દિવસ દરમ્યાન 11 હજાર જટેલા વાહનોની સતત અવરજવર રહે છે. જેનો અંદાજિત 8 કરોડ જેટલો ટોલ ટેક્સ ઔડા ધ્વારા ટોલ ટેક્સ કંપનીને ચુકવાશે.

તો રાજ્યમાં કોમન જીડીસીઆર બનાવવાની તમામ પ્રક્રિયા રાજ્ય સરકારે પૂર્ણ કરી છે, અને આજથી કોમન જીડીસીઆર લાગુ પડશે તે માટે અમલીકરણ શરૂ કર્યુ છે.

અત્યાર સુધી અલગ-અલગ શહેરોને જુદા જુદા પ્રમાણમાં એએસઆઈ પ્રમાણે બાંધકામની મંજૂરી મળતી હતી. બાંધકામના નિયમમાં એકસુત્રતા આવે તે માટે કેટેગરી નક્કી કરવામાં આવી છે.

ડી -1 કેટેગરીમાં અમદાવાદ વડોદરા રાજકોટ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે, ડી-2 કેટેગરીમાં જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવવામાં આવ્યા છે. અન્ય કેટેગરીમાં અ અને બ વર્ગની નગરપાલિકાને રાખવામાં આવી છે. તો ચોથી કેટેગરીમાં ક અને ડ વર્ગની નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરતમાં જ્યાં 45 મીટરથી વધુ પહોળા રોડ છે, ત્યાં ચારની એફએસઆઈ આપવામાં આવશે. સુરત અને વડોદરામાં 36થી 40 મીટર પહોળા રોડ છે તે વિસ્તારમાં 3.6ની એફએસઆઈ આપવામાં આવશે. અ બ ક અને ડ વર્ગની નગરપાલિકાને છે તેને જુદા જુદા પ્રકારે એફએસઆઈ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડી -7 કેટેગરીમાં અત્યાર સુધીમાં 1.7 એફએસઆઈ મળતી હતી, 0.6 એફએસઆઈ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કચ્છમાં અને ક અને ડ વર્ગની નગરપાલિકામાં 40 ટકા કપાતને બદલે 30 ટકા કપાતનો નિર્ણય લેવાયો છે. મહાનગર પાલિકામાં 40 ટકા કપાતના નિયમને યથાવત રાખવામાં આવ્યો છે. નાની નગરપાલિકામાં 35 ટકા કપાત થશે. કચ્છ અને ક અને ડ વર્ગની નગર પાલિકામાં  30 ટકા કપાત થશે. આ સિવાય તમામ એફએસઆઈ પેઈડ રહેશે, તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતુ. વધારોનો ચાર્જ ભરીને એફએસઆઈ મેળવી શકાશે.

તો સોસાયટીના કોમન પ્લોટમાં 15 મીટર સુધી બાંધકામની પરવાનગીને વધારતા 50 મીટર કરવામાં આવી છે. રાજ્યમાં કોમન જીડીસીઆર લાવવા માટે પ્રયત્નશીલ થયુ છે, પરંતુ સાથે-સાથે સરકારે બિલ્ડર અને ડેવલોપર્સ લોબીને ધ્યાનમાં રાખીને  જાહેરાત કરી હોય તેમ જાણકારો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

વાશોજ ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન, ક્યારે પાણી આવશે તેની જોઈ રહ્યા છે વાટ!

pratik shah

સંસ્કારી નગરીને પડ્યો 100 કરોડનો ફટકો, ચણીયાચોળી સહિતની ચીજવસ્તુઓ વેચનારને રાતા પાણીએ આવ્યો રોવાનો વારો

pratik shah

28 વર્ષ બાદ આવ્યો બાબરી ધ્વંસનો ચુકાદો: તમામ પુરાવા ફેબ્રિકેટેડ હતા, VHPનું નહિ અરાજક તત્વોનું હતું કારસ્તાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!