GSTV
Home » News » રાજ્યના સિંચાઇ મંત્રીના મત વિસ્તારના ખેડૂતોએ પાણી માટે કર્યા ધરણા

રાજ્યના સિંચાઇ મંત્રીના મત વિસ્તારના ખેડૂતોએ પાણી માટે કર્યા ધરણા

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ખેડૂતોએ સિંચાઈ પ્રધાન પરબત પટેલના મત વિસ્તારમાં ધરણા કર્યા હતાં. નર્મદાના પાણી સિંચાઈ માટે ન મળતાં ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતાં. ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે પૂરતુ પાણી આપવાની માગ સાથે દેખાવ કર્યા હતાં.

જો કે સરકાર દ્વારા આગામી માર્ચ માસથી ઉનાળુ સિંચાઇ માટે નર્મદામાંથી પાણી નહીં આ૫વાની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમજ ઉનાળુ પાક માટે નર્મદાના પાણી ઉ૫ર આધાર નહીં રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોને પાણી આ૫વા અને નર્મદા યોજનાની મોટી મોટી વાતો વચ્ચે ખરા સમયે જ સરકારે હાથ ઉંચા કરી લઇને નર્મદાનું પાણી બંધ કરી દીધુ છે. જેને લઇને ખેડૂતોમાં તિવ્ર રોષ વ્યાપી ગયો છે.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!