મહેસાણામાં દલિતોએ કેન્ડલ માર્ચ યોજી ભાનુભાઇના પરિવાર માટે ન્યાયની માંગણી કરી હતી. મહેસાણાના સોમનાથ ચોકમાં દલિતોએ કેન્ડલ માર્ચ યોજી હતી.
ભાવનગરમાં દલિત સમાજ દ્વારા શહેરના જશોનાથથી શહીદ ભગતસિંહ ચોક સુધી મોંન રેલી યોજી. મીણબત્તી પ્રગટાવીને લોકો રેલીમાં જોડાયા હતા. ગાંધીનગરમાં દલિત સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ભાનુભાઇના પરિવારજનોને ન્યાય મળે તે માટે બહોળી સંખ્યામાં યુવાનોએ હાથમાં કેન્ડલ લઇને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગોધરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે દલિત સમાજના લોકો દ્વારા શોકસભા અને કેન્ડલમાર્ચ યોજાઈ હતી. અને ભાનુભાઈની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી આવી હતી. તો સિદ્ધપુરમાં દલિત સમાજ દ્વારા કેન્ડમાર્ચ યોજાઇ હતી અને ભાનુભાઇની આત્માંને શાંતિ અર્પણ કરવામાં આવી હતી.