GSTV

રાજીનામા પર અડગ રહ્યાં, CWCની બેઠકમાં રાહુલે કહ્યું નથી રહેવા માંગતો અધ્યક્ષ

sankalp patra bjp

Last Updated on May 25, 2019 by Arohi

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ખતમ થઈ ગઈ છે. બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે હું અધ્યક્ષના રૂપે કામ કરવા નથી ઈચ્છતો, પાર્ટી માટે કામ કરવા માંગુ છું ત્યાર પછી રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા નીકળી ગયા હતા.

બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્યોએ પોતાની વાત રાખી હતી. સદસ્યોએ રાહુલને જણાવ્યું કે તેમે રાજીનામુ ન આપો કામ કરો. બધાની વાતો સાંભળ્યા પછી રાહુલે બેઠકનું સંબોધન કર્યું હતું.

સોનિયા, પ્રિયંકા, મનમોહને સમજાવ્યા

આ પહેલા 23 મેએ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને રાજીનામું આપવાની વાત કરી હતી. આ પર તેમણે કહ્યું હતું કે તમે તમારી વાત કોંગ્રેસ વર્કીંગ કમીટીમાં મુકજો. આજે પણ તેઓ બેઠક પહેલા રાજીનામું આપવા માંગતા હતા પરંતુ તેમને મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધીએ સમજાવ્યાં હતા. મોદીની સુનામીમાં કોંગ્રેસની જે હાલત થઈ હતી તેનાથી કેટલાય લોકો હેરાન છે. હાર પર મંથન કરવા માટે કેટલાય નેતાઓ ભેગા થયા હતા.

READ ALSO

Related posts

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

દેશના કરોડો કર્મચારીઓએ મોદી સરકારની લાજ બચાવી લીધી, લોકડાઉનમાં સરકારના એક નિર્ણયથી 34, 402 કરોડ રૂપિયા કામમાં આવ્યા

Pravin Makwana

ભૂખ કરો શાંત: થોડી પેટપૂજા કરવી છે તો પણ ન ખાઓ મેગી બિસ્કિટ કે ચિપ્સ, ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણો કેવો હોવો જોઈએ ‘હળવો નાસ્તો’

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!