GSTV

રાજસ્થાન : માનસિકરૂપથી વિક્ષિપ્ત મહિલાને જાહેરમાં માર મારવાનો શરમજનક મામલો આવ્યો સામે

Last Updated on June 16, 2017 by

માનસિકરૂપથી વિક્ષિપ્ત મહિલાને રાજસ્થાનના નાગૌર જિલ્લાના બાલાજી પોલીસ સ્ટેશનના કાલાનાડ વિસ્તારમાં જાહેરમાં માર મારવાનો શરમજનક મામલો સામે આવ્યો છે.

આરોપીઓએ માનસિકરૂપથી વિક્ષિપ્ત મહિલાને જાહેરમાં રબરની પાઈપથી માર મારતા અલ્લાહ, જયશ્રીરામ અને જય હનુમાન બોલવા માટે મજબૂર કરી હતી.

નાગૌર પોલીસે બે આરોપી યુવકોની ધરપકડ કરી હતી. પોલીસ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશ્યલ સાઈટ્સ પર અપલોડ કરનારી વ્યક્તિને પણ શોધી રહી છે. બાલાજી પોલીસ સ્ટેશનના પ્રભારી પુરણમલ મીણા પ્રમાણે આ ઘટનાનો વીડિયો સોશયલ સાઈટ પર આવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી.

આ કાર્યવાહીમાં પોલીસે આરોપી પ્રકાશ અને શ્રવણની ધરપકડ કરી છે. વીડિયો સોશયલ મીડિયા પર અપલોડ કરનારા વ્યક્તિ વિરુદ્ધ પણ કેસ નોંધીને તેની શોધખોળ પણ કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે સોશયલ સાઈટ્સ પર જાહેર અપલોડ કરાયેલા વીડિયોમાં બે યુવકો એક વિક્ષિપ્ત મહિલાને પાણી ભરવા માટે વપરાતી રબરની પાઈપથી મારી રહ્યાં છે અને તેને લાતો મારતા પણ દેખાઈ રહ્યા છે. યુવકોએ પોતાની ઓળખ છૂપાવવા માટે મોંઢા પર કપડું પણ બાંધ્યું હતું.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

GSTV Web Desk

ધંધુકા મર્ડર કેસમાં મોટો ખુલાસો: આરોપી મૌલાના ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું આવ્યું સામે, કટ્ટરવાદી સ્પીચ આપી યુવકોને ભડકાવતો

GSTV Web Desk

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!