GSTV
India ટોપ સ્ટોરી

રાજનાથસિંહની પાકિસ્તાનને ચેતવણી, જરૂર પડશે તો દુશ્મનને ઘરમાં ઘુસી મારીશું

પાકિસ્તાનની નાપાક હરકતો સામે ભારતના સત્તાધીશોની ધીરજ આશ્ચર્ય પમાડનારી રહી છે. પરંતુ છેલ્લા પાંચ દિવસોથી પાકિસ્તાનની હરકતોને કારણે ભારતની ધીરજ હવે કદાચ ખૂંટી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે. રાજનાથસિંહે કહ્યુ છે કે, જરૂરત ઉભી થવા પર દુશ્મનના ઘરમાં ઘૂસીને પણ તેને મારી શકાય છે. જો કે આક્રોશિત ભારતીયો આવી કડક કાર્યવાહીની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સરહદી તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ઉરી આતંકી હુમલા બાદ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને ફરી એકવાર યાદ કરી છે. રાજનાથસિંહે પાકિસ્તાને આકરી ચેતવણી આપતા કહ્યુ છે કે હિંદુસ્તાન સરહદની આ પાર જ નહીં. પણ જરૂરત પડવા પર પેલે પાર ઘૂસીને પણ દુશ્મનને મારી શકે છે.

ભારતીય રેલવે માલ ગોદામ શ્રમિક સંઘના એક દિવસીય મહાઅધિવેશનને સંબોધિત કરતા રાજનાથસિંહે પાકિસ્તાન સાથે ભારતની સારા સંબંધો રાખવાની મનસા હોવાનું પણ જણાવ્યું છે. તેની સાથે ભારતને હવે દુનિયા શક્તિશાળી દેશ તરીકે ઓળખતી હોવાનું જણાવીને પાકિસ્તાનને તેની હરકતો છોડવાની ચેતવણી પણ આપી છે.

રાજનાથસિંહે દેશના લોકોને ભરોસો અપાવ્યો છે કે હાલની કેન્દ્ર સરકાર હિંદુસ્તાનનું માથું ઝુકવા દેશે નહીં. તેમણે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશની અર્થવ્યવસ્થા ઘણી ઝડપથી આગળ વધી રહી હોવાનું જણાવીને આનો આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓ અને વિશેષજ્ઞોએ સ્વીકાર કર્યો હોવાનું પણ જણાવ્યું છે. રાજનાથસિંહે શ્રમિકોની માગણી અને સમસ્યા પર સરકારની ચર્ચા કરવાની તૈયારી હોવાનું પણ જણાવ્યું છે.

Related posts

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk

New Shiv Sena Bhawan : એકનાથ શિંદે બનાવશે નવું શિવસેના ભવન, ઉદ્ધવ ઠાકરેથી વધુ વધશે ધાગ!

GSTV Web Desk

લફરાની આશંકા/ વિધવા માતા ઉપર જ પુત્રને હતી અન્ય અફેરની આશંકા, ઓચિંતા ઘરે આવીને આપ્યો ઘટનાને અંજામ

GSTV Web Desk
GSTV