GSTV

રાજકોટ : સરકાર દ્વારા ટેકાના ભાવે રૂ. 900માં મગફળીની ખરીદી શરૂ કરાઇ

Last Updated on October 25, 2017 by

રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 10 સેન્ટરો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા 900માં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

સરકાર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી બાદમાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં રાજકોટ, જસદણ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, પડધરી,  ધોરાજી સહિત 10 સેન્ટરો પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.

કોઈ ખેડૂતોને અન્યાય ન થાય અને સેન્ટરો પર ખોટો ઘસારો ન થાય માટે આ વર્ષે એક દિવસમાં એક ખેડૂત પાસેથી માત્ર 70 ગુણીની જ ખરીદી કરવામાં આવશે. અને જરૂર જણાય ખરીદીની સંખ્યામાં વધારો પણ કરાશે.

900 રૂપિયા ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાતને ખેડૂતો આવકારી રહ્યા છે. પરંતુ સાથો સાથ ટેકાના ભાવ 1100 રૂપિયા હોય તો લાભ થાય તેવું જણાવી રહ્યા છે.

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધી કુલ 26 ગુના નોંધાયા, 1800 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી

pratik shah

સરદાર બાગ ખાતે કોંગ્રેસનું અન્ન અધિકાર આંદોલન, ભાજપના રાજમાં કાળા બજારીયાઓને લીલા લહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!