GSTV
Home » News » રાજકોટમાં આર્મી ડે ઉજવતા CM રૂપાણી : 20 ફેબ્રુઆરી પછી ગુજરાતનું બજેટ

રાજકોટમાં આર્મી ડે ઉજવતા CM રૂપાણી : 20 ફેબ્રુઆરી પછી ગુજરાતનું બજેટ

આજે દેશભરમાં 70 માં આર્મી દિવસની ઉજવણી થઈ છે. રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાલભવન ગેટ પાસે યોજાયેલા આર્મી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને બાદમાં પત્રકારો સાથે વાતચીતમાં CM રૂપાણીએ ગુજરાત રાજ્યના બજેટ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યનું બજેટ 20 ફેબ્રુઆરી બાદ રજૂ થશે. બજેટમાં સૈના હિતમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવશે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ વખતે પાતળી બહુમતી મળી છે.

ત્યારે આ બજેટના માધ્યમથી સરકાર નારાજ વર્ગોના હિતનું પણ ધ્યાન રાખશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેમની સાથે તેમના ૫ત્ની અંજલીબેને ૫ણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ ઉજવણીમાં ભાગ લેનાર યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતાં.

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!