રાજકોટના પ્રાણીસંગ્રહાલયમાં સિંહ પાંજરાને તાળું મારતા ભૂલાઇ જતાં સિંહ બહાર આવી આંટા મારતો હતો.
જો સિંહ સહેજ પણ રસ્તો ભૂલી ગયો હોત તો તે ઝૂમાંથી બહાર નીકળી જાત. આવા વિચારે ઝૂના સ્ટાફમાં ફફડાટ ફેલાવી દીધો હતો.
પ્રધ્યુમન પાર્કના પ્રાણીસંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડેન્ટ હિરપરાએ જણાવ્યું હતું કે, સવારે નિત્યક્રમ પ્રમાણે એનિમલ કિપર સિંહને પાંજરામાં જમવાનું મૂકવા અને પિંજરૂ સાફ કરવા ગયો હતો. કોઇ કારણોસર પાંજરાને તાળું મારતા ભૂલી ગયો હતો. આ ઘટના ગંભીર જ ગણી શકાય.
આ સિંહ અહીં જ પ્રાણીસંગ્રહાલયમાં જન્મેલો હોવાથી તેને પાંજરાની આજુંબાજું જ આંટાફેરા કર્યા હતાં. ત્યાં સુધીમાં સ્ટાફના ધ્યાનમાં આવી ગયું હતું. જો કે તે પોતે જ પાંજરામા જતો રહ્યો હતો અને ફરી તાળું લગાવી દેવાયું હતું. જો કે સિંહે શાંતિપૂર્વક પાંજરાની બહાર બે કલાક સુધી રહ્યો હતો.
આ સિંહની ઉંમર ત્રણ વર્ષની છે. આ સિંહનું નામ ‘હરિવંશ’ છે. આ સિંહનો જન્મ પ્રધ્યુમન પાર્કમાં થયો છે અને એક એનિમલ કિપર તેને ઘણા સમયથી જમવાનું આપે છે. માટે સિંહે પાંજરા પાસે જ આંટા માર્યા હતા અને એનિમલ કિપર ફરી તાળું મારવા આવ્યા ત્યારે તે ફરી અંદર જતો રહ્યો હતો. એકદંરે તો મોટી ઘટના બનતા અટકી હતી.
જંગલનો રાજા એકાએક પાંજરાની બહાર નીકળી આંટા મારવા લાગતા ઉપસ્થિત સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા.