GSTV
Home » News » રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં બારદાનના જથ્થામાં ભીષણ આગ, 12 જેટલા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં બારદાનના જથ્થામાં ભીષણ આગ, 12 જેટલા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગુજકોટના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનના જથ્થામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. આગને પગલે 12 જેટલા ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઓલવવા કાર્યવાહી કરી. પરંતુ કોથળાનો મોટા ભાગનો જથ્થો બળીને ખાખ થતા મોટુ નુકસાન થયું છે.

ભીષણ આગને કારણે મોટો જથ્થો બળી ગયો. કલાકો સુધી આગ ઓલવાઈ નહીં. હાલ ધીમી આગ ચાલુ છે. ઘટનાને પગલે માર્કેટિંગ યાર્ડના વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. ચોક્કસ કારણોસર કોઈ તત્વોએ આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે. આગ ક્યાં કારણોસર લાગી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું કે, જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલા ગુજકોટના પ્લેટફોર્મમાં જ્યાં આગ લાગી ત્યાં 15 લાખ ખાલી બારદાન હતા.

એક બારદાનની કિંમત 80થી 100 ગણીએ તો કુલ 15 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. આ યાર્ડમાં ગુજકોટને જગ્યા આપવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ગુજકોટ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવતી હતી. રાજકોટ ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. ઓફિસમાં જરૂરી દસ્તાવેજો હોય તે પણ બળીને ખાખ થઇ ગયા હોવાની શક્યતા છે.

Related posts

ટ્રમ્પના કાર્યક્રમ પાછળ કરોડોનો ખર્ચ, સરકારે ગુજરાતમાં કોઈને ખબર નથી તેવી સમિતીનું આપ્યું નામ

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આટલા રાજ્યોની ઝાંખી જોવા મળશે

Nilesh Jethva

ટ્રમ્પના કાર્યક્રમ માટે 2000 ઉદ્યોગપતિઓનું રજિસ્ટ્રેશન, 600ને મળી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!