GSTV
Home » News » રાજકોટના આજી ડેમ પહોચ્યા નર્મદાના નીર, સમગ્ર રાજકોટે કર્યું સ્વાગત

રાજકોટના આજી ડેમ પહોચ્યા નર્મદાના નીર, સમગ્ર રાજકોટે કર્યું સ્વાગત

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન થયું છે. નર્મદાના નીરે ત્રંબાથી આજી ડેમ સુધીની સફર પૂર્ણ કરવામાં 24 કલાક સુધીનો સમય લીધો છે.

રાજકોટના આજી ડેમમાં નર્મદાના નીરના આગમનને કારણે રાજકોટ વાસીઓમાં અનેરી ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો છે. નર્મદાના નવા નીરને આવકારવા રાજકોટના મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપરાંત રાજકોટ નગરજનો પહોંચી ગયા હતા.

રાજકોટ આજી ડેમમાં નર્મદાના નવા નીર ગત 24 કલાકમાં ત્રંબાથી અહીં પહોંચ્યા હતા. ત્રણ ચેક ડેમ અને બે મોટી પથ્થરની ઊંડી ખાણમાંથી પસાર થઇને નર્મદાના નીર આજી ડેમ પહોચ્યા છે.

Related posts

અમદાવાદ આવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી રવાના, જાણો મીનિટ-ટૂ-મીનિટનો કાર્યક્રમ

Pravin Makwana

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને 10 બિલિયન ડોલરની ડીલની ચર્ચાએ પકડ્યુ જોર

Nilesh Jethva

આવતીકાલે ઓફિસે જતા પહેલા આ જાહેરનામું વાચી લેજો, શહેરના કુલ 18 રસ્તા કરાયા છે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!