GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

રસોડામાં રહેલી એક વસ્તુથી ચહેરો બનશે ક્રાંતિવાન, આ રીતે બનાવો ફેસપેક

જો આપણે ઈચ્છીએ તો આપણે ઘર માં રહેલ સામાન દ્રારા પણ સ્કીન ને લગતી અનેક મુશ્કેલીઓ ને સહેલાઈ થી દૂર કરી શકીએ છીએ. આ સાથે બ્યુટી ના પણ ઘણા ફાયદા મળે છે. આવા ઉપાયો કરવા નો એક ફાયદો એ થાય છે કે તેના પ્રયોગ થી આપણ ને કોઈપણ પ્રકાર ની સાઈડ ઇફેક્ટ થતી નથી. અને ઓછા પૈસા માં વધુ અસરકારક નીવડે છે. ઘર માં રહેલ આવા સામાન માં એક છે ચોખા નો લોટ. ચોખા ના લોટ થી આપણું સોંદર્ય નીખરી ઊઠે છે અને આપણાં ચહેરા પર ના ખીલ-દાગ વગેરે દૂર થાય છે. ચોખા ના લોટ ના આપણ ને બીજા ઘણા ફાયદા થાય છે તેના વિશે પણ અહી વાત કરીશું.

ચોખા ના લોટ ના ફાયદા

ખીલ-દાગ એક વાટકા માં બે ચમચી ચોખા નો લોટ, એક ચમચી મધ, એક ચમચી એલોવેરા નું જેલ આ વસ્તુ ને મિક્સ કરી નાખો. પછી તેને પોતાના ચહેરા પર પંદર થી વીસ મિનિટ માટે લગાવી ને રાખો. પછી તેને સારા પાણી એ પોતાના ચહેરા ને ધોઈ નાખો. થોડાક જ દિવસો માં તમારા ચહેરા પર ના ખીલ કે દાગ ની સમસ્યા દૂર થઈ જશે.

ટૈનીંગ ની સમસ્યા દૂર કરે

ચોખા નો લોટ ટૈનીંગ ને દૂર કરવા માં મદદ કરે છે. આ માટે એક ચમચી ચોખા નો લોટ, લીંબુ નો રસ, અને કાકડી નો રસ ભેળવી ને તેની પેસ્ટ બનાવી નાખો. પછી તેને પોતાના ચહેરા પર સારી રીતે લગાવી દો. જ્યારે સુકાઈ જાય ત્યારે પોતાના ચહેરા ને થોડા ગરમ પાણી થી ધોઈ નાખો.

દાગ દૂર કરે છે

એક વાટકી માં ચોખા નો લોટ અને મુલ્તાની માટી ને સારી રીતે મિક્સ કરી ને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તે પેસ્ટ નો ઉપયોગ પોતાના ચહેરા પર કરો. આનો નિયમિત રૂપે પ્રયોગ કરવા માં આવે તો ચહેરા પર ના દાગ, નિશાન અને ખીલ નો નાશ થઈ જાય છે અને તમારો ચહેરો એકદમ સાફ થઈ જાય છે.

ડાર્ક સર્કલ ને દૂર કરે

જો તમને ડાર્ક સર્કલ ની સમસ્યા હોય તો તેના માટે ચોખા નો લોટ ખૂબ લાભદાયી છે. એટલે કે જો તમે ડાર્ક સર્કલ થી પરેશાન છો તો એક વાટકા માં થોડો ચોખા નો લોટ લઈ લો. પછી તેમાં એક પાકેલું કેળું અને કૈસ્ટર ઓઇલ ના થોડા ટીપાં ભેળવો, પછી જે જગ્યા પર ડાર્ક સર્કલ હોય ત્યાં લગાવો. થોડાક જ દિવસો માં તમારો ચહેરો સાફ થઈ જશે.

એન્ટિ એજિંગ ફેસ માસ્ક

ચોખા ના લોટ માથી ચહેરા પર ની કરચલીઓ અને સાથે સાથે ચહેરા ની ઝીણી-ઝીણી રેખાઓ થી પણ છૂટકારો મળી જાય છે. પરંતુ આ માટે સૌ પહેલા એક વાટકા માં બે મોટા ચમચા ચોખા નો લોટ, ઈંડા નો સફેદ ભાગ અને ગ્લિસરીન ના ચાર થી પાંચ ટીપાં ભેળવી ને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ના સુકાઈ ગયા પછી આંગળીઓ થી તેને કાઢો અને ચહેરા ને પાણી થી ધોઈ નાખો. આના થી ચહેરા પર ચમક આવી જશે અને તમારો ચહેરો એકદમ સાફ થઈ જશે, આ તમારા ચહેરા પર માસ્ક જેવુ કામ કરશે.

Read Also

Related posts

એક કે બે ફૂટ નહીં Coronaથી બચવું હોય તો 20 ફૂટનું રાખો અંતર, એક સેકન્ડમાં 40 હજાર ડ્રોપલેટ ફેલાય છે 100 મીટર સુધી

Mansi Patel

અમદાવાદ ભાજપના કદાવર નેતાનો પરિવાર બન્યો કોરોના સંક્રમિત, પત્ની અને પુત્રનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Ankita Trada

ડિસેમ્બરના અંત સુધી Coronaથી દેશની અડધી વસતી હશે સંક્રમિત, સરકારે આ ભૂલ કરી તો કમ્યુનિટી સ્તરે ચેપ ફેલાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!