GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

યુવાનોએ શ્રીફળમાંથી બનાવ્યુ 25 ફૂટ ઉંચુ વિશાળ શિવલીંગ !, 15 દિવસની મહેનત

ભારતનુ એક માત્ર શ્રીફળનુ શિવલીંગ આકાર લઈ રહ્યુ છે વૈજનાથ મહાદેવના પટાંગણમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ પ્રકારના શિવલીંગનુ નિર્માણ કરીને શિવરાત્રીના દિવસે ખુલ્લુ મુકશે તો જોઈએ મહારુદ્ર શિવલીંગ પણ એક અહેવાલ.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં આકાર લઈ રહ્યુ છે ભારતનુ એક માત્ર 25 ફુટ ઉંગુ રુદ્રાક્ષનુ શિવલીંગ. જી હા અત્યાર સુધી આ પ્રકારનુ 25 ફુંટ ઉંચુ શીવલીંગ કોઈ સ્થાન પર બનાવવામાં આવ્યુ નથી અને એ પણ 600 કિલો લોખંડ, 1500 પવિત્ર શ્રીફળ, ગેલ્વેનાઈઝના તાર અને કંન્તાન વીંટાળીને છેલ્લા 15 દિવસથી ગામના યુવાનો દ્વારા દિવસ રાતની મહેનત બાદ આ ભવ્ય શિવલીંગનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. હજુ પણ આ મહારુદ્ર શિવલીંગનુ નિર્માણ ચાલી રહ્યુ છે ખાસ કરીને ગેલ્વેનાઈઝના તારમાં શ્રી ફળ પરોવીને માળા બનાવવામાં આવી છે અને એ માળાઓ લોખંડના શિવલીંગ પર વીંટાળવામાં આવ્યા છે અને આ રીતે આ શિવલીંગનુ નિર્માણ કરાયુ છે.

છેલ્લા 3 વર્ષથી રાયગઢના વૈજનાથ મહાદેવના ધામમાં યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના શિવલીંગ બનાવવામાં આવે છે જેમાં 3 લાખના રુદ્રાક્ષનુ શિવલીંગ, ત્યારબાદ 100 મણ ઘીનુ શિવલીંગ અને આ વખતે ભારતનુ એક માત્ર શ્રીફળનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે. ખાસ કરીને આ શિવલીંગ બનાવવા માટે તમીલનાડુથી 15 હજાર જેટલા શ્રીફળ લાવવામાં આવ્યા છે. 600 કિલો લોખંડનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ હતુ અને તેના પર 15 હજાર શ્રી ફળની માળાઓ વીંટીને આ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે. દર વર્ષ કરતા આ વખતે અલગ પ્રકારનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે જે આવતી કાલે આ શિવલીંગ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

છેલ્લા ચાર વર્ષોથી રાયગઢના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના શિવલીંગ બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને ગુજરાતભરના લોકો અહિ દર્શનાર્થે ઉમટી પડે છે માત્ર શિવરાત્રીજ નહિ શ્રાવણ માસ અને વર્ષના 365 દિવસ અહિ ભક્તોનો ઘસારો અવિરત જોવા મળે છે.

 

Related posts

PM મોદીએ દેશની જનતાના નામે લખ્યો પત્ર, આ ખાસ વાતો પર મુક્યો ભાર

Arohi

આ ચાર બેન્કોને RBIએ ફટકાર્યો 5.45 કરોડ રૂપિયાનો દંડ,આ છે કારણ

Bansari

ઓગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ: વચેટિયા રાજીવ સક્સેનાની 385.44 કરોડની સંપત્તિ ઇડીએ જપ્ત કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!