GSTV
Home » News » યુવતિ સામે અશ્લીલ હરકત કરનારની માહિતી મેળવવા પોલીસે જાહેર કર્યું ઇનામ

યુવતિ સામે અશ્લીલ હરકત કરનારની માહિતી મેળવવા પોલીસે જાહેર કર્યું ઇનામ

દિલ્હી પોલીસે ચાલતી બસમાં દિલ્હી યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની બાજુમાં બેસીને અશ્લિલ હરકત કરનારા વ્યક્તિની જાણકારી આપનારને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કર્યું છે. દિલ્હી પોલીસે આના સંદર્ભે એક પોસ્ટર પણ જાહેર કર્યું છે. દિલ્હી પોલીસે આ પોસ્ટરમાં જણાવ્યું છે કે આરોપી વ્યક્તિ સંદર્ભે માહિતી આપનાર વ્યક્તિને 25 હજાર રૂપિયા રોકડ ઈનામ આપવામાં આવશે. તેની સાથે જ માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાની પણ દિલ્હી પોલીસ તરફથી ખાત્રી આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ડીયૂની વિદ્યાર્થીએ બસમાં પોતાની બાજૂમાં બેઠેલા વ્યક્તિનો અશ્લિલ હરકત કરતો એક વીડિયો બનાવી લીધો હતો અને તેને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કર્યો હતો. જેમાં બસમાં પોતાની સાથે થયેલી ગંદી હરકત બાબતે યુવતીએ ખુલાસો કર્યો હતો. પીડિતાનું કહેવું છે કે દશ ફેબ્રુઆરીએ છ કલાકની રાહ જોયા બાદ વસંતવિહાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આરોપી હાલ ફરાર છે. દિલ્હી પોલીસ, પોલીસ કમિશનર, મુખ્યપ્રધાન, મહિલા પંચ વગેરેને ટ્વિટર પર ટેગ કરીને પીડિતાએ ટ્વિટ પણ કર્યું હતું. પરંતુ મહિલા પંચ સિવાય કોઈએ પીડિતાની મદદ કરી નહીં.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!