GSTV

યુપીમાં પોલીસ અને કુખ્યાત આરોપીઓ વચ્ચે અથડામણ, 24ની ધરપકડ

Last Updated on February 4, 2018 by

ઉત્તરપ્રદેશમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ અને કુખ્યાત આરોપીઓ સામે અથડામણ ચાલુ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ પોલીસ ફરી એક વખત બદમાશો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

બે દિવસમાં પોલીસ અને બદમાશો વચ્ચે 16 અથડામણ થઈ. પોલીસે 24 ગુનેગારોને દબોચી લીધા છે. જ્યારે શામલીમાં કાલા ગેંગનો કુખ્યાત આરોપી અકબર માર્યો ગયો. અકબર પર 50 હજારનું ઈનામ હતુ. તો ઘણા કુખ્યાત આરોપીઓ પર દસ હજારથી પચાસ હજાર સુધીના ઈનામ જાહેર કરાયા હતા.

આ આરોપીઓ સામે ઉત્તરપ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં હત્યા, લૂંટ, અપહરણ, હપ્તા વસૂલી, દુષ્કર્મ જેવા ડઝન જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસ અને બદમાશો વચ્ચે લખનૌ, બુલંદશહર, મેરઠ, હાપુડ, શામલી, મુઝફ્પરનગર, કાનપુર, ગોરખપુર, સહારનપુર જેવા વિસ્તારોમાં અથડામણ થઈ હતી.

અથડામણ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કાર્બાઈન, રિવોલ્વર, દેશી તમંચા સહિત અત્યાધુનિક હથિયારો સાથેની ગાડીઓ જપ્ત કર્યા. યોગી સરકાર બન્યા બાદ પાછલા નવ મહિનામાં યુપી પોલીસે સમગ્ર રાજ્યમાં લગભગ એક હજાર એન્કાઉન્ટર્સને અંજામ આપી ચૂકી છે. જેમાં 31 ગુનેગારો માર્યા ગયા છે.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!