GSTV

યુપીના સીતાપુરમાં વકીલોની ગુંડાગીરી, પોલીસને માર્યો માર

Last Updated on November 1, 2018 by

યુપીના સીતાપુર જિલ્લામાં બુધવારે કચેરીમાં એસપીની હાજરીમાં વકીલોએ તેમના જનસંપર્ક અધિકારી અને એક પીઆઈને માર માર્યો છે. પોલીસે વકીલો સામે મારપીટનો કેસ નોંધ્યો છે અને મારપીટ કરનારાઓ પર 25 હજારનું ઈનામ પણ રાખ્યું છે. એસપી પ્રભાકર ચૌધરીએ આ મામલા સંદર્ભે કહ્યુ છે કે કેમેરામાં ઘટના રેકોર્ડ થઈ ગઈ છે. આ મોટો અપરાધ છે. તેમણે કેસ નોંધ્યો છે. દરેક આરોપી પર પચ્ચીસ હજારનું ઈનામ રાખવામાં આવ્યું છે.

એસપીએ કહ્યુ છે કે પોલીસે સિવિલ લાઈન્સ વિસ્તારમાં અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન એક રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરીને દારૂ પી રહેલા બે વકીલો રામપ્રકાશસિંહ અને ઓમપ્રકાશ ગુપ્તાની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે જ્યારે તેમના વકીલોને આની જાણકારી મળી તો તેમણે કલેક્ટ્રેટમાં હોબાળો મચાવ્યો હતો.

એસપી ચૌધરીએ કહ્યુ છે કે તેઓ એક બેઠક માટે કચેરી પહોંચ્યા તો વકીલોએ તેમને ઘેરવાની કોશિશ કરી હતી. તે વખતે અહીં તેનાત પોલીસકર્મીઓએ ઘેરાબંધી રોકવાની કોસિશ કરી અને તેના સંદર્ભે વકીલો દ્વારા મારામારી શરૂ કરવામાં આવી હતી. વકીલો દ્વારા જનસંપર્ક અધિકારી પ્રદીપ પાંડેય અને પોલીસ ઉપનિરીક્ષક વિનોદ તિવારી સાથે મારામારી તથા ગાળાગાળી કરી હતી. તેમણે કહ્યુ છે કે જે રેસ્ટોરેન્ટને ધ્વસ્ત કરવામાં આવ્યું તેના ઉપર કેટલાક વકીલોએ ગેરકાયદેસર કબજો કર્યો હતો. બે વકીલોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અહીં ગેરકાયદેસર ગતિવિધિઓનો અડ્ડો ચલાવતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો પણ જપ્ત કરી છે. એસપી ચૌધરીએ કહ્યુ છે કે પોલીસે આખા મામલામાં કાર્યવાહીની સરૂઆત કરી છે.

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!