GSTV

યમન : સાઉદી અરેબિયાની ગઠબંધન સેના દ્વારા સના ખાતેના સંરક્ષણ મંત્રાલય પર કર્યા હવાઈ હુમલા

Last Updated on November 11, 2017 by

યમનની રાજધાની સના ખાતે સંરક્ષણ મંત્રાલય પર સાઉદી અરેબિયાના નેતૃત્વવાળી ગઠબંધન સેના દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા. ગંઠબંધન સેના દ્વારા બે સના ખાતે બે હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ હવાઈ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલો નથી.

હુતી બળવાખોરોના મીડિયા અલ-મસિરાહના અહેવાલમાં દાવો કરાયો છે કે બે એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આમા કોઈ જાનહાનિ થઈ નથી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે યુદ્ધવિમાનો સનાના વાયુક્ષેત્રમાં સતત ઘુમરાતા રહ્યા હતા.

ભૂતકાળમાં પણ યમનના સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવીને સાઉદી અરેબિયાની ગઠબંધન સેના દ્વારા હુમલો કરાયો હતો અને તે હુમલામાં યમનના સંરક્ષણ મંત્રાલયને ભારે નુકસાન પહોંચ્યું હતું. તાજેતરનો હુમલો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના તણાવનું પરિણામ છે.

ઈરાન દ્વારા હુતી બળવાખોરોને સમર્થન અપાઈ રહ્યું છે. તેના પહેલા રિયાધ એરપોર્ટ ખાતે હુતી વિદ્રોહીઓ દ્વા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલને અધવચ્ચે આંતરીને તોડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ સાઉદી અરેબિયાની ગઠબંધન સેના દ્વારા યમનની સરહદોને સીલ કરવામાં આવી હતી. હુતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયા અને તેના ગઠબંધનના ઘટક યુનાઈટેડ આરબ અમીરાત ખાતે વધુ હુમલાની ધમકી આપવામાં આવી છે.

યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે યમનનું અદન એરપોર્ટ અને જમીની સરહદ ફરીથી ખોલવામાં આવી હોવા છતાં યમનને પહોંચાડવાની સામગ્રીને ગઠબંધન સેના હજીપણ રોકી રહી છે. યમનને યુએન દ્વારા દુનિયાની સૌથી મોટી માનવીય કટોકટીમાંથી એક ગણાવી છે.

યમનમાં 1.70 કરોડ લોકોને ભોજન પહોંચાડવાની જરૂરત છે. યમનમાં બે હજાર લોકોના મોત કોલેરાને કારણે મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 10 લાખ લોકો આનાથી અસરગ્રસ્ત છે.

માર્ચ-2015થી સાઉદી અરેબિયા અને તેની આગેવાનીવાળી ગઠબંધન સેના યમનમાં હુતી વિદ્રોહીઓને હરાવીને રાષ્ટ્રપ્રમુખ અબેડ્રાબ્બો મનસોર હાદીને સત્તામાં લાવવા માટેની કોશિશોમાં લાગેલા છે. હુતી વિદ્રોહીઓએ યમનની રાજધાની સના અને યમનના ઉત્તરીય વિસ્તાર પર કબજો જમાવ્યો છે. યમનના સંઘર્ષમાં 8650થી વધુ લોકોના મોત નીપજ્યા છે.

Related posts

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!