GSTV
Home » News » મ્યાનમારના હપાકાંત ક્ષેત્રમાં ભૂસ્ખલન, 50થી વધુ લોકોનાં મોતની આશંકા

મ્યાનમારના હપાકાંત ક્ષેત્રમાં ભૂસ્ખલન, 50થી વધુ લોકોનાં મોતની આશંકા

મ્યાનમારમાં ઝેડ ખાણમાં ભૂસ્ખલન થતાં ખોદકામ કરતાં 50 લોકોનું મૃત્યુ થયુ છે. આ ઘટના સોમવારે રાત્રે 11.30 વાગ્યે હપાકાંત પ્રાંતના મૉ વુન કલય ગામમાં થઈ હતી. અહીયાની એક જૂની ખાણમાં મડ ફિલ્ટર પોન્ડ ઢળી પડ્યો હતો, જેને કારણે આ ઘટના ઘટી હતી. આ ખાણમાં બે ખાનગી કંપનીઓનાં 54 જેટલાં કર્મચારીઓ કાર્યરત હતા.

જાણકારી મુજબ કોઈ પણ વ્યક્તિનાં બચવાની આશા નથી. અધિકારીઓને અત્યાર સુધીમાં 3 મૃતદેહ જ મળ્યા છે. ખાણમાં હાલમાં સર્ચ અને રેસક્યૂ અભિયાન શરૂ છે. હપાકાંત ક્ષેત્ર દેશની જેડ માઈનિંગ ઈન્ડસ્ટ્રીનું કેન્દ્ર છે. અને અહીયા દુનિયાના સૌથી સારી ગુણવત્તાના ઝેડનું ઉત્પાદન થાય છે. ઉલ્લેખનીય છેકે, મ્યાનમારમાં ભૂસ્ખલનની ઘટના વારંવાર થાય છે.

READ ALSO

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!