GSTV
Home » News » મોરબીમાં નાની સિંચાઈ કૌભાંડમાં ધ્રાંગધ્રા ક્ષેત્રના કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાની ધરપકડ

મોરબીમાં નાની સિંચાઈ કૌભાંડમાં ધ્રાંગધ્રા ક્ષેત્રના કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાની ધરપકડ

મોરબીમાં બહુગાજેલા નાની સિંચાઈ કૌભાંડમાં કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાની ધરપકડ થઈ છે. ત્યારે ધારાસભ્યની છબી ખરાડવાના આરોપ સાથે આજે કોંગ્રેસ પ્રતિક ધરણા કરશે. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય સહિત કાર્યકરો જોડાશે. મોરબી સિંચાઈ કૌભાંડમાં ગઈકાલે પોલીસે પરસોત્તમ સાબરિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને બાદમાં તેમની ધરપકડ કરી હતી.

પોલીસ કાર્યવાહી સામે આજથી કોંગ્રેસ પ્રતિક ઉપવાસ કરશે. બીજીતરફ, આજે પોલીસે પરષોત્તમ સાબરિયાને કોર્ટમાં રજૂ કરશે. પરષોત્તમ સારબીયા ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય છે. નાની સિંચાઈ યોજનામાં 51 કામોમાં કુલ 1 કરોડ 12 લાખનો ભ્રષ્ટાચાર થયો છે. તો વિધાનસભામાં પ્રશ્ન નહીં પૂછવામાં માટે તેમણે રૂપિયા માગ્યા હોવાનો આરોપ છે. 

Related posts

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva

હાફિઝ સઇદની ધરપકડ એ માત્ર પાક.નો ડ્રામા, ધરપકડનાં બહાને અપાઇ છે આ વીવીઆઇપી સુવિધા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!