મોરપંખમાં છે નવગ્રહનો વાસ, આ છે ભાગ્યના બંધ દરવાજા ખોલવાના અચૂક ઉપાય

મોરપંખ એક પવિત્ર અને આધ્યાત્મિક વસ્તુ છે. હિંદુઓના ધાર્મિક ગ્રંથોમાં મોરપંખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરપંખનો ઉપયોગ ઘરની સજાવટ માટે પણ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કેટલાક ટોટકામાં કરવાથી ભાગ્યોદય થઈ જાય છે. 

પરીવાર સાથે સંબંધ ખરાબ થયા હોય કે બાળકો અભ્યાસમાં નબળા પડી ગયા હોય. આવી દરેક સમસ્યાનું સમાધાન મોરપંખના ટોટકા કરવાથી મળી શકે છે. તો ચાલો આજે જાણો આવા જ ચમત્કારી ટોટકા વિશે જે જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. 

રાહુની દશા સુધારવા

જે લોકોની કુંડળીમાં રાહુની ખરાબ દશા ચાલી રહી હોય તેમણે આ દશા સુધારવા અને જીવનના કષ્ટને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે તકીયા નીચે મોરપંખ રાખવું જોઈએ. આમ ઉપાય રાહુના નકારાત્મક પ્રભાવથી જાતકને બચાવે છે. 

કાર્યસિદ્ધિ માટે

ગ્રહો અને નક્ષત્રોની સ્થિતીના કારણે ઘણીવાર કાર્યમાં નિષ્ફળતા મળે છે. આવા સમયે ઘરના બેડરૂમ કે પૂર્વ અથવા ઉત્તર ખૂણામાં મોરપંખ રાખવા જોઈએ. આ ઉપાય કરવાથી નિષ્ફળ જતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. 

એકાગ્રતા વધારવા

વિદ્યાર્થીઓ અથાગ મહેનત કરે તેમ છતા તેમને પરીણામ મળતું નથી. વળી કેટલાક છાત્રો અભ્યાસ સમયે એકાગ્ર થઈ શકતા નથી. આ તકલીફ દૂર કરવા માટે અભ્યાસ કરતા હોય તે પુસ્તકમાં મોરપંખ રાખવું જોઈએ.

વાસ્તુ દોષ દૂર કરવા

મોરપંખનો ઉપયોગ કરી અને વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અને મોર પંખ રાખી દેવું. તેનાથી વાસ્તુદોષનું નિવારણ થઈ જશે અને ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા પણ દૂર થશે. 

કાલસર્પ દોષ દૂર કરવા

કુંડળીમાં જો કાલસર્પ દોષ હોય તો સોમવારની રાત્રે તકીયાના કવરમાં સાત મોરપંખ રાખી અને બેડરૂમની પશ્ચિમ દિશાની દિવાલ પર અગિયાર મોરપંખ લગાવો. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter