GSTV

મોદી સરકારના ક્રાંતિકારી નિર્ણયને દેશભરમા આવકાર, અટારી બોર્ડર પર લોકોએ આ અંદાજમાં કરી ઉજવણી

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો સંકલ્પનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યારે પંજાબની અટારી બોર્ડર લોકોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી. સરકારના નિર્ણયને આવકારી લોકોએ ફટકડા પણ ફોડ્યા હતા.

કલકત્તામાં પણ ઉજવણી

મોદી સરકારે આર્ટિકલ ૩૭૦ અંગે સંસદમાં રજૂ કરેલા પ્રસ્તાવ બાદ પશ્વિમ બંગાળના કોલકત્તામાં પણ ઉજવણી કરવામાં આવી. લોકો ઢોલ-નગારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોદી સરકારના પ્રસ્તાવને આવકારમાં આવ્યો. મહત્વનુ છે કે, માત્ર કોલકત્તા જ નહીં દેશભરમાં મોદી સરકારના પ્રસ્તાવ બાદ ઉજવણી કરવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો. આ ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે રાજ્ય પુર્નગઠન વિધેયકને રજૂ કર્યો. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરી દીધું છે. લદ્દાખને વિધાનસભા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. સંસદમાં આ સંકલ્પ અને વિધેયક રજૂ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં મહત્વપૂર્ણ બદલાવ થઇ રહ્યો છે. અગાઉ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો પરંતુ હવે તે કેન્દ્ર શાસિત પ્રદેશ હશે.



Related posts

બજેટ 2021-22 : LTC કેશ વાઉચર સ્કીમ રહી શકે છે જારી, ટેક્સમાં રાહતની કરાઈ છે માંગ

Sejal Vibhani

Fastag લગાવવાનો હજુ બાકી છે, તો આ રીતે WhatsApp પરથી પણ કરી શકો છો ઓર્ડર

Mansi Patel

રાજ્યના વિવિધ જીલ્લામાં સવારથી છવાયું ગાઢ ધુમ્મસ, વાહનચાલકોને થઈ પારાવાર મુશ્કેલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!