“2024માં ચૂંટણી જ નહીં કરવી પડે, નરેન્દ્રભાઈ જ વડાપ્રધાન બનશે”- કોણે કરી આવી ભવિષ્યવાણી?

pm india

રાજ્ય ભાજપના અધ્યક્ષને લખેલા પત્રને લઈને બબાલ હજુ શાંત નથી થયો ત્યાં તો સાંસદ સાક્ષી મહારાજે એવો દાવો કરી દીધો કે દેશમાં 2024માં ચૂંટણી યોજાશે જ નહીં. પક્ષના સમર્પણવિધીનાં પ્રોગ્રામમાં તેમના આ નિવેદન અંગે એક વખત ફરી ચર્ચા જગાવી છે. ઉન્નાવ શહેરમાં ગુરુવારે સાંજે પાર્ટીનો સમર્પણવિધીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં રાજ્ય ભાજપના ઇનચાર્જ ગોવર્ધન ઝાડફિયા અને સાંસદ સાક્ષી મહારાજ હાજર હતા.

પ્રોગ્રામમાં સાક્ષી મહારાજે કહ્યું કે કેટલાક લોકો પક્ષની ઈમેજને બગાડી નાખવા માંગે છે. 2014માં મોદીનું મોજું હતું પરંતુ વર્ષ 2019માં હવે એજ મોદીના નામની સુનામી છે. એક હિન્દી અખબાર મુજબ તેમણે કહ્યું કે દુનિયામાં કોઈ શક્તિ મોદીને વડા પ્રધાન બનવાથી રોકી શકશે નહીં.

કેટલાક લોકો આ નિવેદનથી હતાશ થયા છે. તેઓ ક્યારેક પ્રિયંકાને લઈને આવે છે તો ક્યારેક ગઠબંધન લઈન આવે છે. ખબર નહીં શું શું કરી રહ્યાં છે. પરંતુ આપણા નેતા મોદી સમગ્ર વિશ્વમાં એક લોકપ્રિય નેતા છે અને હવે તો બધા દેશો તેની ચર્ચા પણ કરી રહ્યા છે. અને કહીં રહ્યાં છે કે મોદી છે તો પછી દેશ છે. દેશમાં પહેલીવાર જાગરૂકતા આવી છે, હિન્દુ જાગી ગયા છે. હું સંન્યાસી છું અને મને લાગે છે કે આ છેલ્લી ચૂંટણી છે કારણ કે 2024માં ચૂંટણી યોજાશે જ નહીં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter